Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ન્‍યુયોર્કના બ્રુકલીન વિસ્‍તારમાં આવેલ ફેડરલ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ નિકોલસ ગ્રાફિએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહિવટી તંત્રે ડાકાના પ્રોગ્રામને રદ્દ કરવા માટે જે કાર્યવાહી હાથ ધરી હતી તે અંગે રાષ્‍ટ્રવ્‍યાપી ધોરણે મનાઇ હૂકમ આપી તેનો અમલ ન કરવા સૂચના આપેલ છેઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધિકારીઓ તેમના ડાકા અંગેના રદ્દ કરવાના નિર્ણયની સ્‍પષ્‍ટતા કરવામાં સરેઆમ નિષ્‍ફળ ગયેલ છે જે અત્‍યંત પ્રકારની ગંભીર પ્રકારની બીના છે એવું તજજ્ઞો માની રહ્યા છેઃ આ પ્રોગ્રામ રદ્દ કરવાથી અમેરિકાને આવકની દ્રષ્‍ટિએ ૮૦૦ મિલીયન ડોલર જેટલી રકમનો ટેક્ષ રેવન્‍યુમાં ફટકો પડશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): ન્‍યુયોર્કના બ્રુકલીન વિસ્‍તારમાં આવેલ ફેડરલ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ નિકોલસ ગાર્ફીએ ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખને મંગળવારે ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહુડ એરાયલ્‍સ પ્રોગ્રામ કે જે સમગ્ર અમેરિકામાં ડાકાના હૂલામણા નામથી ઓળખાય છે તેને રદ્દ કરવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહિવટી તંત્રના આદેશ અંગે પોતાના ચૂકાદામાં રાષ્‍ટ્રવ્‍યાપી ધોરણે તેનો અમલ ન કરવા વચગાળાનો એક મનાઇ હૂકમ આપેલ છે અને તેથી અમેરિકામાં જે લોકોએ આ પ્રોગ્રામનો લાભ લીધેલ છે તેમજ ઇમીગ્રેશનના તજજ્ઞોમાં અનેરા આનંદની લાગણી પ્રસરી જવા પામેલ છે. પરંતુ ગયા મહિનામાં કેલિફોર્નિયાની સાનફ્રાન્‍સિસ્‍કોની ફેડરલ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ વિલીયમ એલસમે પણ આવા જ પ્રકારનો રાષ્‍ટ્રવ્‍યાપી અમલ ન કરવાનો હૂકમ કરેલ તેને અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ન્‍યાય વિભાગના વહિવટી તંત્રના અધિકારીઓએ સુપ્રિમ કોર્ટમાં તેને પડકાર આપેલ છે પરંતુ તે અંગે હજુ સુધી કોઇપણ પ્રકારની આગળાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.

બે મહિનાના સમયગાળા દરમ્‍યાન આવા પ્રકારનો બીજો મનાઇ હૂકમ આવતા ઇમીગ્રેશનની નીતિ અંગે તિવ્ર પ્રકારની લડાઇમાં પ્રવેશ કર્યો છે. તેમજ આવા પ્રકારના મનાઇ હૂકમથી ડાકાનો જે પ્રોગ્રામ સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના વર્ષની પાંચમી તારીખ પહેલા હતો તેને જાળવી રાખે છે અને અમેરિકામાં જે આઠ લાખ લોકોએ આનો જે લાભ લીધેલ છે તેને દેશનિકાલના ભયમાંથી મુક્‍તિ આપે છે. નામદાર ન્‍યાયાલયના બે ન્‍યાયાધીશો આ ઇમીગ્રેશન અંગેની લડાઇમાં દાખલ થયા હોવાથી સમગ્ર જગ્‍યાએ આનંદની લાગણી પ્રસરી રહેલ છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખે એટર્ની જનરલ જેફ સેસન્‍એ એવી જાહેરાત કરી હતી કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહિવટી તંત્ર ક્રમે ક્રમે ડાકાના પ્રોગ્રામને રદ્દ કરવાની વિચારેલ છે. કારણ કે ૨૦૧૨ના વર્ષ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા દ્વારા તેનો અમલ શરૂ થયો હતો પરંતુ તેનો અમલ ગેરબંધારણીય રીતે શરૂ થયો હતો. હાલમાં ડિપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ એન્‍ડ સિક્‍યોરીટી દ્વારા હાલમાં પણ બાકી રહેલ અરજીઓ અંગે જરૂરી કાર્યવાહીઓ થઇ રહેલ છે અને પાંચમી ઓક્‍ટોબર બાદ મળેલ તમામ અરજીઓ અંગે ધ્‍યાન આપવામાં આવશે નહીં અને તેને નામંજૂર કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

અમેરિકાના એટર્ની જનરલ જેફ એસન્‍સની આ જાહેરાત બાદ ઇમીગરેશનના વકીલોના એક ગઠબંધન તેમજ ન્‍યૂયોર્કના એટર્ની જનરલ એરીક સ્‍નીડરમેનની આગેવાનીમાં અમેરિકાના ડેમોક્રેટીક રાજ્‍યના ૧૬ જેટલા એટર્ની જનરલોએ સંયુક્‍તપણે ડાકાના કાર્યક્રમને રદ્દ કરવા માટે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તેને બ્રુકલીન ટાઉનમાં આવેલ ફેડરલ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્‍યું હતું કે આ જે કાર્યવાહી કરવામાં આવેલ છે તે મનસ્‍વી અને તરંગી તેમજ લેટીનો સમાજના સભ્‍યો સામે ફક્‍ત વંશીય દ્વેષ ભાવ રાખીને મોટા ભાગે તે પ્રેરિત નિર્ણય છે. અને આ રજુઆતો સાથે નામદાર જજ ગર્ફીસ સહમત થયા હતા અને ડાકાનો પ્રોગ્રામ રદ્દ કરવાનો નિર્ણય એક તરંગી અને મનસ્‍વી પ્રકારનો છે.

નામદાર ન્‍યાયાધીશે જે પ્રકારનો ચૂકાદો જાહેર કર્યો હતો તે આધારે પાંચમી સપ્‍ટેમ્‍બર પહેલા ડાકાના પ્રોગ્રામ અંગે જે પરિસ્‍થિતિ હતી તેને જાળવી રાખવી પડશે અને તેનો અમલ કરવાનો રહેશે. તેમણે પાંચમી સપ્‍ટેમ્‍બર પહેલા આ પેગ્રામનો લાભ લેવા માટે અમરજી કરી શક્‍યા નથી તેઓ પ્રત્‍યે સહાનુભૂતિ દર્શાવતા તેમણે પોતાના ચૂકાદામાં જણાવ્‍યું હતું કે વહિવટી તંત્ર કેસની ગુણવત્તા વિચારીને તે અંગે આગળની કાર્યવાહી કરી શકશે અને તેઓને આ રકમની કોઇપણ પ્રકારની અસર થશે નહીં.

તેમણે પોતાના ચૂકાદામાં વધારામાં જણાવ્‍યું હતું કે ડાકાનો પ્રોગ્રામ રદ્દ કરવાથી તેનો લાભ લેનારા આઠ લાખ લોકોને અત્‍યંત પ્રમાણમાં સહન કરવાનો સમય આવશે અને અમેરિકાને આવકની દ્રષ્‍ટિએ ૮૦૦ મિલીયન જેટલી રકમનો ટેક્ષ રેવન્‍યુમાં ફટકો પડશે.

નામદાર ન્‍યાયાધીશ ગર્ફીએ પોતાના ચૂકાદાના અંતમાં જણાવ્‍યું હતું કે વહીવટી રેકોર્ડ સરકારી દલીલને સમર્થન આપતું નથી કે તેમણે આ કારણોસર ડાકાના પ્રોગ્રામને સમાપ્‍ત કરવાનો નિર્ણય કરેલ છે. હકીકતમાં તેમણે ઉમેર્યુ હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહિવટી તંત્ર તેમના કરેલ નિર્ણયથી સ્‍પષ્‍ટતા કરવામાં સરેઆમ નિષ્‍ફળ ગયેલ છે જે અત્‍યંત ગંભીર પ્રકારની બીના છે એવું તજજ્ઞો માની રહ્યા છે.

અત્‍યાર સુધીમાં બે ફેડરલ કોર્ટના ન્‍યાયાધીશોએ ડાકા પ્રોગ્રામ ચાલુ રહે તેની તરફેણમાં ચૂકાદો આપેલ છે જે અત્‍યંત આવકારદાયક બીના છે.

(11:06 pm IST)