Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રિઝર્વ બેંકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને ફટકાર્યો તોતિંગ રૂ.2 કરોડનો દંડ

વિદેશી બેન્ક દ્વારા કૌભાંડ-છેતરપીંડિની માહિતી મોડી આપવા બદલ દંડ

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ વિદેશી ધિરાણકર્તા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને જંગી 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વિદેશી બેન્ક દ્વારા કૌભાંડ-છેતરપીંડિની માહિતી મોડી આપવા બદલ RBIએ આટલો તોતિંગ દંડ કર્યો છે.

RBIએ તેના પરિપત્રમાં જણાવ્યુ કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (કૌભાંડ- કોમર્શિયલ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા માહિતી અને વર્ગીકરણ) નિર્દેશો-2016માં જણાવેલા આદેશો અને નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કે નાણાંકીય દંડ ફટકારવામાં આવ્યો છે.

ભારતની મધ્યસ્થ બેન્કે કહ્યુ કે, '31મી માર્ચ 2018થી 31 માર્ચ 2019ની નાણાંકીય સ્થિતિની સાથે બેન્ક આધારે બેન્કનું સ્ટેચ્યુટરી ઇન્સ્પેક્શન કરવામાં આવતા કૌભાંડની જાણથઇ, અને RBIને કૌભાંડ-છેતરપીંડિની મોડી જાણકારી આપવા બદલ આ દંડ કરવામાં આવ્યો છે.'

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને એક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જણાવ્યુ છે કે, નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેની ઉપર શા માટે દંડ ન કરવો જોઇએ.

નિવેદનમાં જણાવ્યુ છે કે, નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણીમાં મૌખિક રજૂઆતો પર વિચારણા કર્યા બાદ રિઝર્વ બેન્ક એવું તારણ કાઢ્યુ છે કે RBIના નિર્દેશોનું પાલન કરવાના ગુનામાં નાણાંકીય દંડ ફટકાવો જોઇએ.

મધ્યસ્થ બેન્કે એવું પણ ટાંક્યુ છે કે, તેની કાર્યવાહી નિયમોના પાલનમાં ઉણપને આધિન છે અને તેનો ઉદ્દેશ્ય બેન્ક દ્વારા તેના ગ્રાહકો સાથે કરાયેલી કોઇ પણ લેવડ-દેવડ સાથે સંબંધિત નથી

(9:08 pm IST)
  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • દેશમાં ૧૦ લાખ લોકોને કોરોના વેકસીન આપી દેવામાં આવી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ભારતમાં દસ લાખ લોકોને કોરોના વેક્સિન અપાઇ ચૂકી છે access_time 7:56 pm IST

  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST