Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અભિનેત્રી કંગના રનૌતને આવતીકાલ શુક્રવારે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું સમન્સ : લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે કરેલી બદનક્ષીની ફરિયાદનો મામલો

મુંબઈ : લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનોત સામે નોંધાવેલી બદનક્ષીની ફરિયાદ મામલે મુંબઈ પોલીસે કંગનાને આવતીકાલ શુક્રવારે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.

જાવેદ અખ્તરે નવેમ્બર માસમાં તેના વિષે બદનામી થાય તેવી કોમેન્ટ કંગના રનૌતે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કરી હોવાની ફરિયાદ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી હતી. જેમાં તેઓને બોલીવુડની ટોળકીમાં શામેલ હોવાનું જણાવ્યું હતું. તથા પોતાની આબરૂને નુકશાન પહોચાડયાનો આરોપ લગાવ્યો હતો.જેના અનુસંધાને મેજિસ્ટ્રેટે 1 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ આપવાનો પોલીસને આદેશ આપ્યો હતો. તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)
  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST