Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બાઇડેનના આવ્‍યા પછી ચીન અને અમેરિકાના સંબંધોમાં કોઇ મોટા ફેરફાર નહીં થાયઃ નિષ્‍ણાંતોના જુદા-જુદા મત

જો બાઈડને બુધવારે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી. જ્યારે ભારતીય મૂળના કમલા હેરિસે પહેલી અમેરિકન મહિલા ઉપરાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાંથી હટવાની સાથે જ હવે અનેક દેશો સાથે સંબંધ બદલાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, ચીનના નિષ્ણાતોનું માનવું છે કે, બાઈડેનના આવ્યા પછી ચીન અને અમેરિકાના સંબંધોમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં.

ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક લેખ અનુસાર એક્સપર્ટ હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને સતર્ક છે. તેમના અનુસાર વ્યાપાર અને અન્ય મુદ્દાઓને લઈને નવા અમેરિકન પ્રશાસન તરફથી પણ કડક નિવેદન આપતા રહેવામાં આવશે. પરંતુ કેટલીક વિશેષ વ્યવસાયિક બાબતોમાં ચીનમાં ટ્રમ્પ પ્રશાસનથી પહેલા જેવી સ્થિતિ બની શકે છે.

ચીનના નિષ્ણાંતોનો આ અભિપ્રાય જો બાઈડેન દ્વારા નિયુક્ત મંત્રાલયોના વડાના નિવેદનો પછી આવ્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી તરીકે નિયુક્ત જેનેટ યેલેને કહ્યું છે કે, જો બાઈડેનનો આવનાર પ્રશાસન ‘ચીનની આક્રમક અન્યાયી અને ગેરકાયદેસર વ્યવહાર જે અમેરિકી અર્થવ્યવસ્થાને નબળી પાડે છે’ તેના સામે ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઉપયોગ કરશે.

તેમને આગળ કહ્યું, ચીન, અમેરિકન કંપનીઓની કિંમતોમાં ઘટાડો કરી રહ્યો છે, જેમાં ગેરકાયદેસર સબસીડી, ઉત્પાદનોનો ડમ્પિંગ, બૌદ્ધિક સંપત્તિની ચોરી અને અમેરિકન સામનો માટે અવરોધો ઉભા કરવા સામેલ છે.

(5:33 pm IST)