Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

આઇફોનની પાછળ લાગેલા એપલ લોગોને સ્‍ક્રીન શોટ લેવા માટે ઉપયોગમાં લઇ શકાય

iPhone ના પાછળના ભાગમાં આપેલો Apple નો logo તો તમે જોયો જ હશે. પહેલી નજરમાં તમને લાગશે કે આ માત્ર એપલના બ્રાડિંગ માટે જ છે. પણ તમે આ આર્ટીકલ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ લોગો તો ખુબ કામની વસ્તુ છે. તમે જાણવા મળશે કે, ફોનની પાછળ લાગેલો Apple નો Logo એક સીક્રેટ છે. આ logo થી ચમટીમાં થઈ જાય છે બધા કામ, આવો જાણીએ કઈ રીતે આ logo કરે છે કામ...

તમે તમારા  iPhone ની પાછળ લાગેલાં Apple logo ને સ્ક્રીનશોટ લેવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.

Apple logo ને તમે ગીત સાંભળતી વખતે અથવા તો વીડિયો જોતી વખતે અવાજ ઓછો-વધારે કરવા એટલેકે, કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.

તમે તમારા iPhone માં સ્ક્રીનને સ્ક્રોલ કરવા માટે પણ Apple logo નો ઉપયોગ કરી શકો છો.

Apple logo નો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલાં પોતાની હાલની ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવી પડશે. પ્રાપ્ત જાણકારી મુજબ  Apple logo લોગોને બટનની જેમ ઉપયોગમાં લેવા માટે તમારે તમારા ફોનમાં iOS 14 કરવું પડશે ડાઉનલોડ

iPhone માં iOS 14 ડાઉનલોડ કર્યા બાદ તમારે સેટીંગમાં જવું પડશે. હવે અહીં `Accessibility` પર જાઓ અને `Touch` ટેપ કરો. હવે સ્કોલ ડાઉન કરવા પર તમને `Back Tap` નો ઓપ્શન દેખાશે. અહીં તમે પોતાની ઈચ્છાથી કોઈ એક ફીચરને એક્ટિવેટ કરી શકો છો.

(5:17 pm IST)