Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

આજે જે મુકામે છુ તેનો શ્રેય માતાને છે : કમલા હૈરિસ

અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિએ વીડીયો ટ્વીટ કરી માતા સાથેની તસ્વીરો શેર કરી

વોશીંગ્ટન, તા. ર૧  : રાષ્ટ્રપતિ પદ માટે વોશીંગ્ટન ડેલાવેયરથી જતા બીડનની આખો  ઘણીવાર છલકાઇ હતી. તેમણે જણાવેલ કે તેઓ ડેલાવેયરના દિકરા છે અને હવે મહિલા ઉપરાષ્ટ્રપતિ હૈરીસ સાથે મળીને અમેરિકાના ઉપર છવાયેલ અંધારાને દુર કરવા જઇ રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ પદે પહેલી મહિલા, અશ્વેત અને ભારતીય અમેરિકી કમલા હૈરીએ શપથ લીધેલ. ૪૯માં ઉપરાષ્ટ્રપતિ કમલાએ શપથ પહેલા ટ્વીટ કરેલ કે આજથી નવો અધ્યાય શરૂ થયો છે. સાથે જ તેમણે એક વિડીયો પોસ્ટ કરી માતા શ્યામલાને યાદ કરેલ. વિડીયોમાં કમલાની બાળપણથી અત્યાર સુધીની માતા સાથેની તસ્વીરો હતી. કમલાએ જણાવેલ કે આજે હું જયાં છુ તે માટે મારી માતા શ્યામલાની અહમ ભૂમિકા છે.

કમલા હૈરીસની માતા શ્યામલા ચેન્નાઇમાં જન્મેલ તેઓ કેન્સર સાયંટીસ્ટ હતા. પિતા ડોનાલ્ડ જમૈકાથી અમેરિકા આવેલ. કમલાના તામિલનાડુ સ્થિત ગામ થુલસેન્દ્રપુરમમાં જશ્નનો માહોલ છે. મહારાષ્ટ્રના નાગપુર સાથે અમેરિકન રાષ્ટ્રપતિનો જુનો સંબંધ છે. બીડનના સંબંધીઓ હાલ પણ નાગપુરમાં રહે છે.

(3:47 pm IST)