Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બાયડનનો તેના સ્ટાફને ચીમકી : કોઈ પણ સાથે તોછડુ કે અપમાનજનક વર્તન કરશો તો એ જ મિનિટે કાઢી મૂકીશ

અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડને સત્તા સંભાળતા વેત તેમના સ્ટાફને સખત શબ્દોમાં કહ્યું છે કે અન્ય લોકોનું અપમાન કરતા નજરે પડશો તો એ જ ક્ષણે તમને તગેડી મૂકીશ : જો બાયડને કહ્યું હતું કે આ કોઈ મશ્કરીની વાત હુ નથી કહેતો : જો તમે મારી સાથે કામ કરતા રહેશો તો અને મારા સાંભળવામાં આવશે કે તમે બીજા સાથી કર્મચારી માટે અપમાનજનક અથવા ઉતારી પાડતી વાત કોઈ સાથે કરી છે તો હુ તમને ખાત્રી આપુ છું કે તે જ ક્ષણે તમને કાર્યાલયમાંથી કાઢી મૂકીશ : આ માટે કોઈ જ જો અને તો નહિં ચાલે : તમામ લોકોને ખૂબ જ સારી રીતે અને માન સન્માન સાથે વર્તવુ ફરજીયાત છે.

(3:31 pm IST)