Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કેસબુકમાં ફેક આઇડી બનાવી રામ મંદિર નિર્માણ માટે મંગાઇ રહ્યું છે દાન

નવી દિલ્હી તા. ર૧: ફેસબુક ઉપર ખોટી પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરનાર ગેંગે હવે નવો કિમીયો અજમાવ્યો છે. તેઓએ હવે રામ મંદિરના નામે લોકો પાસેથી પૈસા માંગી ઠગાઇ કરી રહ્યા છે અને આરામથી રકમ મેળવી રહ્યા છે.

હાલમાં જ આવો એક મામલો સામે આવ્યો છે. અશોક શર્મા નામના વ્યકિતની અલગ-અલગ ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી તેના ઓળખીતા લોકો પાસે મંદિર માટે દાન મંગાયેલ કેટલાકે પૈસા આપી દીધા. બાદમાં જયારે ખબર પડી ત્યારે મામલો ઠગાઇનો નિકળ્યો હતો. રાજેન્દ્રનગરમાં રહેતા એક સોફટવેર એન્જીનીયર કંપની કર્મચારી અને એક મોટી કંપનીના મેનેજર સાથે પણ આ પ્રકારે જ ઠગાઇ થઇ છે.

ભાજપના પ્રમુખ સંજીવ શર્માએ જણાવેલ કે મંદિર માટે સોશ્યલ મીડીયાના માધ્યમથી કોઇ દાન માંગવામાં નથી આવતું. એટલે લોકો સતર્ક રહે. જે રકમ એકત્ર કરાઇ રહી છે તે કુપન, ચેક અને ઓનલાઇન એપથી લેવાઇ રહી છે અને તેની કાયદેસર રસીદ આપવામાં આવી રહી છે.

(3:18 pm IST)