Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૨૧ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, ભારતમાં લોકસભાની પ્રથમ ચૂંટણી ૧૯૫૨ની સાલમાં યોજાઈ હતી. ૧૯૫૨માં આજના દિનેએ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું, જેમાં જવાહરલાલ નેહરૂના નેતૃત્વમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને ૩૬૪ બેઠકો મળી હતી. જયારે હિન્દુ મહાસભાને ૪ તથા જનસંઘને ૩ બેઠકો પ્રાપ્ત થઈ હતી.

ભારતના મહાન વૈજ્ઞાનિક જ્ઞાનચંદ્ર ઘોષની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૫૯ની સાલમાં થયું હતું.

૧૯૫૮માં આજના દિને કોપી રાઈટ કાયદો અમલમાં આવ્યો હતો.

૧૭૩૭ની સાલમાં આજના દિને બંગાળની ખાડીમાં ઈતિહાસનું સૌથી ભયાનક સમુદ્રી તોફાન આવ્યું હતું. આ તોફાનમાં ત્રણ લાખ લોકોના મોત થયા હતા.

આજે ક્રાંતિવીરોના શહીદ દિન છે. ૧૯૪૩માં આજના દિને ક્રાંતિવીર રાસ બિહારી બોઝ વિદાય થયા હતા. ૧૯૪૩માં આજના દિને ક્રાંતિવીર હેમુ કાલાણીને ફાંસી અપાઈ હતી.

આજે અભિનેતા સુશાંત સિંઘનો જન્મ દિવસ છે. ૧૯૮૬માં જન્મેલા સુશાંતે તાજેતરમાં અચાનક જીવન ટૂંકાવ્યું હતું. એમના નિધન બાદ ખૂબ રાજકીય હોબાળો થયો હતો, પરંતુ બિહારમાં ધારાસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ આ પ્રકરણ ઠંડુ પડી ગયું એ ઘણું સૂચવી જાય છે.

આજે શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૧૬માં થયું હતું.

આજે ગુજરાતી સાહિત્યના નામી સર્જક કવિ દલપતરામનો જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૮૨૦ની સાલમાં વઢવાણ ખાતે થયો હતો. તેઓએ લખેલા કાવ્યો આજે પણ લોકજીભે રમી રહ્યા છે. કવિતા, નિબંધ, નાટક વગેરે સાહિત્ય પ્રકારોમાં દલપતરામે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેઓના પુત્ર ન્હાનાલાલે પણ સાહિત્યનું ખેડાણ કર્યું હતું. કવિ દલપત રામની એક કૃતિ ખૂબ- ખૂબ લોકપ્રિય છે... અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા...

(3:14 pm IST)