Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બ્રિજના પ્રવેશદ્વારે 'લવ રાજકોટ' સેલ્ફી પોઇન્ટ

મુખ્યમંત્રી રૂપાણી દંપતી આકર્ષાયુ : યાદગાર તસ્વીર ખેંચાવી

રાજકોટ : શહેરનાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે થયું ત્યારે આ બ્રીજનાં પ્રવેશ દ્વાર કિશાનપરા ચોક ખાતે મ.ન.પા. દ્વારા ''લવ રાજકોટ''નો આકર્ષક સેલ્ફી પોઇન્ટ બનાવ્યો છે. આ સેલ્ફી પોઇન્ટમાં યાદગાર તસ્વીર ખેંચાવવાનું મન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમનાં  પત્ની અંજલીબેન રૂપાણીને પણ થયું. તેઓએ આ યાદગાર તસ્વીર ખેંચાવી તે વખત તેઓની સાથે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી, ભાજપનાં પ્રદેશ-અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:07 pm IST)
  • તેલંગણામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરનું કોવિડ રસી લીધા પછીના થોડા કલાકોમાં જ મોત નીપજતા ભારે ગભરાટ ફેલાયો ૧૯ જાન્યુઆરીએ તેલંગાણામાં નિર્મલ જિલ્લાના કૂંતાલા પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટરમાં કોરોના વિરોધી રસી લીધા પછી ૪૨ વર્ષિય એમ્બ્યુલન્સ ડ્રાઈવર વિઠલના મોતથી રાજ્યના અનેક લોકોમાં ભયનો માહોલ સર્જાયાનું ઇન્ડિયા ટુ ડે નોંધે છે. access_time 12:09 pm IST

  • આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત શનિ-રવિ રાજકોટમાં :મોહન ભાગવતજી સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા - વિચારણા કરશે : કોરોના કાળના પગલે પ્રેસવાર્તા કે કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં access_time 1:07 pm IST

  • પશ્ચિમ બંગાળના છેવાડાના વિસ્તારોમાં રોહીંગ્યા શરણાર્થીઓના નામ મતદાર યાદીમાં ઉમેરી દેવાયા છે : કેન્દ્રીય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા ભાજપ નેતાઓની માંગણી access_time 5:12 pm IST