Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ભય : નવી રસી બનાવી રહ્યા છે ઓકસફોર્ડના વૈજ્ઞાનિકો

લંડન તા. ૨૧ : દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી કુલ ૯.૭૩ લાખથી વધારે મામલા સામે આવ્યા છે. ત્યારે ૨૦.૮૩ લાખથી વધારે લોકોના મોત થઈ ચૂકયા છે. સાથે હવે વિશ્વમાં કોરોના વાયરસના નવા રુપ અથવા સ્ટ્રેનનું સંકટ તોડાઈ રહ્યું છે. બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રીકામાં આ નવા સ્ટ્રેનના સામે આવ્યા બાદ અનેક દેશોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન હવે ઓકસફોર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાજેનેકાના વૈજ્ઞાનિક સંયુકત રુપથી આ નવા સ્ટ્રેનને પહોંચી વળવા માટે નવી રસી તૈયાર કરવામાં લાગ્યા છે.

નવા રુપને પહોંચી વળવા પોતાની ટેકિનકને નવી રીતે તૈયાર કરવા માટે શોધમાં જોડાયા વૈજ્ઞાનિકો

મીડિયા રિપોર્ટ અનુસાર ઓકસફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કોરોના વાયરસના નવા રૂપને પહોંચી વળવા માટે અસરકારક રસી બનાવવાના ક્રમમાં પોતાની ટેકિનકને નવી રીતે તૈયાર કરવા માટે શોધમાં જોડાયા છે. વૈજ્ઞાનિક આ પ્રયત્નોમાં જોડાયા છે કે તે કેટલી જલ્દી પોતાની chAdOx રસી પ્લેટફોર્મને નવી રીતે તૈયાર કરે. જેથી નવી અસરકારક રસી બનાવી શકાય.

ઓકસફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તરફથી કહેવામાં આવ્યુ છે કે સાવધાનીપૂર્વક રસીની ઈમ્યુનિટી પાવર પર પડનાર નવા કોરોના વાયરસના રૂપમાં અસરનું આકલન કરી રહ્યા છે. સાથે એ બાબતનું આકલન પણ કરી રહ્યા છે કે કેવી રીતે નવી રીતથી કોવિડ ૧૯ રસીને જલ્દી બનાવી શકાય.

ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ બુધવારે કહ્યુ કે દેશની દવા નિયામક એજન્સીઓ પૂરી રીતે તૈયાર છે જેથી કોરોના વાયરસના નવા રુપની સામે તૈયાર કરવામાં આવી રહેલી નવી કોરોનાની રસી માટે પરવાનગી આપી શકાય.

(11:44 am IST)