Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૮૭૭ રૂપિયામાં કરો પ્રવાસઃ ઇન્ડીગો-સ્પાઇસ જેટની જોરદાર ઓફર

નવી દિલ્હી, તા.૨૧: ખૂબ જ ઓછા બજેટમાં પ્લેનમાં મુસાફરીનો આનંદ ઉઠાવવા માંગો છો તો આપની પાસે સ્પાઇસજેટ  અને ઈન્ડિગોની ઓફર્સનો લાભ ઉઠાવવાની તક છે. પ્રાઇવેટ સેકટરની આ બંને એરલાઇન્સે નવા વર્ષમાં ડોમેસ્ટિક પ્લેન પેસેન્જરોને શાનદાર ઓફર્સની રજૂઆત કરી છે. સ્પાઇસજેટ બુક બેફિકર સેલ દ્વારા ૮૯૯ રૂપિયામાં હવાઈ યાત્રાની તક મળી રહી છે. બીજી તરફ, ઈન્ડિગોએ પણ નવા વર્ષે પોતાની પહેલી ધ બિગ ફેટ ઈન્ડિગો સેલની શરૂઆત કરી દીધી છે. આ સેલમાં ઈન્ડિગો પેસેન્જરો માટે ફ્લાઇટ ટિકિટોની કિંમત માત્ર ૮૭૭ રૂપિયા રાખી છે. ૨૨ જાન્યુઆરી સુધી આ ઓફર ચાલુ છે.

સ્પાઇસજેટ બુક બેફિકસ સેલ ઓફર ૧૩ જાન્યુઆરીથી શરૂ થયું હતું અને તે પણ ૨૨ જાન્યુઆરી સુધી ચાલશે. સ્પાઇસજેટની આ ખાસ ઓફરને જેઓ પણ ૨૨ જાન્યુઆરી સુધી ટિકિટ બુક કરાવશે તેની પર ૧ એપ્રિલથી લઈને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧દ્ગક વચ્ચે મુસાફરી કરી શકે છે. એટલે જો તમે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કયાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ઓફર આપના માટે સૌથી સારી છે. જો કે તમે લાંબા સમયથી કયાંય જવાનું પ્લાનિંગ ટાળી રહ્યા છો તો એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે પ્લાનિંગ કરવાની શાનદાર તક છે.

સસ્તી ટિકિટની સાથે બીજા ફાયદા પણ

કંપનીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે પેસેન્જર ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના ટિકિટો માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત કંપનીએ આ સેલ હેઠળ કેટલાક અન્ય આકર્ષક બેનિફિટ્સ આપવાની પણ ઘોષણા કરી છે. એરલાઇન પ્રત્યેક ગ્રાહકને પ્રતિ ફ્લાઇઝ બેઝ ફેર જેટલી રકમનું એક મફત વાઉચર પણ આપી રહી છે. જોકે, આ વાઉચર મહત્તમ ૧૦૦૦ રૂપિયાનું હોઈ શકે છે.

કયારે અને કેવી રીતે ઉપયોગ કરી શકશો વાઉચર્સ

આ ફ્લાઇટ વાઉચર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વેલિડ હશે. તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ઉપર જ લાગુ થશે. આ વાઉચરને ઓછામાં ઓછા ૫,૫૦૦ રૂપિયાની ઓછામાં ઓછી લેવડ-દેવડની સાથે નવેસરથી બુકિંગ કરાવવા ઉપયોગમાં લઈ શકાય છે.

બીજી તરફ, ઈન્ડિગોની લેટેસ્ટ સેલ ઓફરમાં ખરીદવામાં આવેલી ટિકિટોથી ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકાય છે. ઈન્ડિગોની બુકિંગ અવધિ દરમિયાન તમામ ચેનલોના માધ્યમથી કરી શકાશે. એરલાઇને પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે આ ઓફર ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે કેટલીક પસંદગીની સેકટર્સમાં નોન સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે. એરલાઇને એવું પણ જણાવ્યું કે આ બિગ ફેટ સેલ ઓફર હેઠળ સીટોની સંખ્યા કેટલી હશે. Indigoએ કહ્યું કે આ ઓફરને ટ્રાન્સફર નહીં કરી શકાય, બીજા સાથે બદલી નહીં કરી શકાય અને આ ઇનકેશેબલ પણ નથી.

(11:43 am IST)