Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કૃષિ કાયદાનો વિરોધ:વધુ એક ખેડૂતનો આપઘાત સ્યુસાઇટ નોટમાં લખ્યું કે હું એક નાનો વ્યક્તિ છું

બધા રાજ્યાના ખેડૂત નેતા દિલ્હી આવે અને કૃષિ કાયદાઓ પર સરકારને પોતાના અભિપ્રાય આપે

નવી દિલ્હી : કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકારનો વલણ થોડો નરમ થયો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનો સાથે બેઠકમાં કૃષિ કાયદાઓમાં દોઢ વર્ષ સુધી લાગું થવાથી રોકવાનો પ્રસ્તાવ આપ્યો છે ખેડૂતોએ આના પર જવાબ આપવાની વાત કરી છે. આ વચ્ચે પ્રદર્શનકારી ખેડૂતોના મોતનો સિલસિલો યથાવત છે. ભારતીય ખેડૂત યૂનિયનની માનીએ તો અત્યાર સુધી પ્રદર્શનો દરમિયાન 100થી વધારે લોકોના જીવ જઈ ચૂક્યા છે. મંગળવારે રાત્રે જ હરિયાણાના રોહતકનો 42 વર્ષિય વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને જીવ આપી દીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક જય ભગવાન રાણા ખેડૂત હતો. પાછલા બે મહિનામાં આ પ્રદર્શન સ્થળ પર આત્મહત્યાનો પાંચમો કેસ છે. પોલીસનું કહેવું છે કે, રાણાએ મંગળવારે સાંજે 7-8 વાગ્યાની આસપાસ સલ્ફાસની ટેબલેટ ખાઈ લીધી અને રસ્તા ઉપર પડી ગયો હતો. તેને તાત્કાલિક સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનો જીવ જતો રહ્યો છે.

રાણા રોહતકના પક્સામા ગામનો રહેવાસી છે અને તેના બે અઠવાડિયા પહેલા જ પોતાના દોસ્તો સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની પત્ની અને 11 વર્ષની એક નાની પુત્રી પણ છે. રાણાની મોત પછી તેમની એક કથિત સુસાઈડ નોટ પણ વાયરલ થઈ છે. જેમાં લખ્યું છે, “હું એક નાનો વ્યક્તિ છું. કૃષિ કાયદા વિરૂદ્ધ અનેક ખેડૂતો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. સરકાર કહે છે કે, આ માત્ર બે-ત્રણ રાજ્યોનો મામલો છે, પરંતુ આ આખા દેશના ખેડૂત છે. તે સ્થિતિ ફસાયેલી છે, જ્યાં ખેડૂત અને સરકાર બંને જ સંમત નથી.” રાણાએ પત્રમાં માંગ કરી છે કે, બધા રાજ્યાના ખેડૂત નેતા દિલ્હી આવે અને કૃષિ કાયદાઓ પર સરકારને પોતાના અભિપ્રાય આપે

(10:58 am IST)