Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિદેશી નેતાઓ સાથે ફોનમાં વાતચીત : સૌથી પ્રથમ કોલ જસ્ટિન ટ્રૂડોને કરશે

રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીતની હાલમાં કોઈ જ યોજના નથી: પ્રેસ સચિવ જેન સાકીએ આપી જાણકારી

 નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રેસ સચિવ જેન સાકીએ પોતાની પ્રથમ વ્હાઈટ હાઉસ બ્રીફિંગમાં જણાવ્યું કે, નવા રાષ્ટ્રપતિએ આ અઠવાડિયાના અંત સુધી વિદેશી નેતાઓ સાથે વાત કરશે અને સૌથી પ્રથમ કોલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને કરશે.સાકીએ જણાવ્યું, “તેઓ શુક્રવારે વડાપ્રધાન જસ્ટિસ ટ્ર્ડૂોને પ્રથમ કોલ કરશે. મને આશા છે કે, કેનેડા સાથે નિશ્ચિત રૂપથી તેઓ મહત્વપૂર્ણ સંબંધો સાથે કિસ્ટોન એક્સએલ પાઈપલાઈને જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે અમે નિર્ણય લઈ રહ્યાં છીએ તેના ઉપર પણ ચર્ચા કરીશું. જોકે, રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીતની હાલમાં કોઈ જ યોજના નથી. અપેક્ષા છે કે તેમનો પ્રારંભિક વાટાઘાટો ભાગીદારો અને સહયોગીઓ સાથે થશે. તેમનું માનવું છે કે, તે સંબંધોને નવેસરથી શરૂ કરવા અને દુનિયા સામે આવનાર પડકારો અને ખતરાઓને દૂર કરવા મહત્વપૂર્ણ છે.

 સાકીએ કહ્યું, જો બાઈડેન પ્રથમ પ્રાથમિકતા અમેરિકાના લોકો માટે એક અતિરિક્ત કોવિડ-19 રાહત પેકેજ પર કરાર માટે સેનેટ સાથે વાત કરવાની છે.

તેમને કહ્યું, “આ તે મુદ્દો છે, જેના પર રોજ સૂઈને ઉઠ્યા પછી ફોકસ કરે છે કે, આ મહામારીને નિયંત્રણમાં રાખવામાં આવે અને રાત્રે સૂવા જતા પહેલા પણ આ મુદ્દા પર તેમનું ધ્યાન કેન્દ્રિત રહે છે. આ પેકેજ તે તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાશે અને આ અમેરિકન લોકો માટે આર્થિક પુલ બનાવવાનું કામ કરશે. વેક્સિન વિતરણ માટે આમાં આવશ્યક ફંડની વ્યવસ્થા પણ હશે. તેઓ બધી જ રીતે આમાં વ્યસ્ત રહેશે.”

(10:46 am IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું : બિહારમાં આજે મુઝફ્ફરંગર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. access_time 12:51 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST