Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સેન્સેકસ ૫૦,૦૦૦: ઈતિહાસ રચાયો

અમેરિકામાં આવેલી નવી સરકારે લીધેલા ધડાધડ પગલા, એફઆઈઆઈની એકધારી લેવાલી, ભારતીય બજેટમાં સાનુકુળ જાહેરાતો અને ભારતીય ઈકોનોમીની ગાડી પાટે ચડતા શેરબજારમાં એકધારો ઉછાળોઃ સેન્સેકસ નિફટી નવી ઐતિહાસિક સપાટીઅ ે: સેન્સેકસે ૫૦૧૧૧ની ઐતિહાસિક સપાટી દર્શાવીઃ નિફટી પણ આ લખાય છે ત્યારે ૧૪૭૦૦ ઉપર છેઃ માર્ચમાં નિચલા સ્તર પર પહોંચ્યા પછી ૮ ઓકટોબરે સેન્સેકસ ૪૦,૦૦૦ની પાર પહોંચ્યો હતો

મુંબઈ, તા. ૨૧ :. શેરબજારમાં આજે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં આવેલી નવી સરકારે જાહેર કરેલા રાહત પગલાઓ અને બજેટમાં થનારી મહત્વની જાહેરાતોની આશા બંધાતા આજે સેન્સેકસ પહેલીવાર ૫૦ હજાર ઉપર પહોંચ્યો હતો તો નિફટી પણ ૧૪૭૦૦ની ઉપર ટ્રેડ કરી રહેલ છે. શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાતા રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા છે. સેન્સેકસની ઓલટાઈમ હાઈસપાટી છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૧૫ પોઈન્ટ વધીને ૫૦૦૦૭ ઉપર ટ્રેડ કરી રહેલ છે જ્યારે નિફટી ૫૫ પોઈન્ટ વધીને ૧૪૭૦૦ ઉપર છે. આજે સેન્સેકસ ૩૧૯ પોઈન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને ૫૦૧૧૧ના સ્તરને સ્પર્શ કરી પાછો ફર્યો હતો. નિફટી પણ ૧૪૭૩૦ના ઐતિહાસિક સ્તર પર પહોંચી હતી.

બજાજ ફાય. ૫૧૯૪, બજાજ ઓટો ૩૭૪૫, રીલા. ૨૧૦૮, જેકે ટાયર ૧૨૨, 

એસએમએલ ૫૩૧, હેવલ્સ ૧૧૨૫, સારેગામા ૯૭૦, વી. ગાર્ડ ૨૩૪, એપોલો ટાયર્સ ૨૧૮, ટાટા મોટર્સ ૨૯૬, સીયેટ ૧૪૧૨, સનફાર્મા. ૫૮૭, ટેક. મહિન્દ્ર ૧૦૦૬, એરટેલ ૫૮૭, ઓએનજીસી ૯૭, ન્યુ ઝેન ૩૦૨, બેન્ક મહારાષ્ટ્ર ૧૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ ૫૩૩, ટાટા મેટાલીક ૭૭૬ ઉપર ટ્રેડ કરે છે.

અમેરિકામાં નવી સરકાર દ્વારા લેવાયેલા પગલાથી વિશ્વ બજારોને પગલે ભારતીય બજારમાં પણ તેજી જોેવા મળી છે. વિદેશી રોકાણકારો દ્વારા એકધારી ખરીદી ચાલુ છે. આ મહિને જ રોકાણકારો દ્વારા ૨૦૨૩૬ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ છે. એટલુ જ નહિ ભારતીય ઈકોનોમી પણ દોડવા લાગતા શેરબજારને વેગ મળ્યો છે. આજે અનેક દિગ્ગજ શેરમાં કરન્ટ જોવા મળ્યો હતો.

માર્ચમાં નિચલા સ્તર પર પહોંચ્યા પછી ૮ ઓકટોબરને સેન્સેકસ ૪૦ હજારની પાર ૪૦,૧૮૨ ઉપર પહોંચ્યો હતો, ત્યાર બાદ ૫ નવેમ્બરના રોજ સેન્સેકસ ૪૧,૩૪૦ ઉપર બંધ થયું, ૧૦ નવેમ્બરના રોજ ઈન્ટ્રા ડે ઈન્ડેકસનો સ્તર ૪૩,૨૨૭ ઉપર પહોંચ્યો, ૧૮ નવેમ્બરના રોજ ૪૪,૧૮૦ સ્તર પર પહોંચ્યો, ૪ ડિસેમ્બરનારોજ ૪૫,૦૦૦નો આંકડો પાર કર્યો, ૧૧ ડિસેમ્બરે સેન્સેકસ ૪૬ હજારની ઉપર ૪૬,૦૯૯ના સ્તર પર બંધ થયું, ૧૪ ડિસેમ્બર ૪૬,૨૫૩ પોઈન્ટ પર બંધ થયું આ દરમિયાન નિફટી ૧૩૫૫૮.૧૫ પોઈન્ટ પર પોતાના સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યુ હતું, ૨૮ ડિસેમ્બરે સેન્સેકસ ઉછળીને ૪૭૩૫૩ ઉપર બંધ થયું હતું, ૪ જાન્યુઆરીએ સેન્સેકસને નવો રેકોર્ડ બનાવ્યો અને પહેલી વખત ૪૮,૦૦૦ની ઉપર પહોંચ્યું, ૧૧ જાન્યુઆરીએ સેન્સેકસ ૪૯,૨૬૯.૩૨ના સર્વોચ્ચ સ્તર પર બંધ થયો, ૨૧ જાન્યુઆરીના રોજ શેરબજાર ઉચ્ચતમ સ્તર પર ખૂલ્યો, સેન્સેકસ ૨૨૩.૧૭ પોઈન્ટના વધારા સાથે ૫૦,૦૧૫.૨૯ના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફટીની શરૂઆત ૧૪,૭૦૭ના સ્તર પર થઈ. આ પહેલી વખત સેન્સેકસ ૫૦,૦૦૦ના આંકડાની ઉપર પહોંચ્યો.

૭૪ સેશનમાં સેન્સેકસ ૧૦,૦૦૦ પોઈન્ટ વધ્યોઃ કયા-કયા શેર ઉંચકાયા ?

મુંબઈઃ ૮ ઓકટોબરે સેન્સેકસ ૪૦,૦૦૦ હતો જે ૭૪ સેશનમા વધીને આજે ૫૦,૦૦૦ થયો છે. ૩૨ સેશનમાં ૫૦૦૦ પોઈન્ટ વધ્યા. આ ૭૪ સેશનમાં લીસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યુ રૂ. ૩૮.૫૫ ટ્રીલીયનથી વધી રૂ. ૧૯૯ ટ્રીલીયન થઈ. જે સ્ટોક વધ્યા તેમા એસબીઆઈ, લાર્સન, બજાજ ફીન, બજાજ ફાય., એકસીસ, ઓએનજીસી, કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ, એરટેલ, આઈટીસી, મહિન્દ્રા, એલ્ટ્રાટેક, એચડીએફસી, પાવર ગ્રીડ, ઈન્ફોસીસ, ટાઈટન, એનટીપીસી, એચસીએલ, સન ફાર્મા, હિન્દુ યુનિ. લીવર, રીલાયન્સનો સમાવેશ થાય છે.

(3:07 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • દેશમાં ૧૦ લાખ લોકોને કોરોના વેકસીન આપી દેવામાં આવી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ભારતમાં દસ લાખ લોકોને કોરોના વેક્સિન અપાઇ ચૂકી છે access_time 7:56 pm IST

  • કંગનાના ટ્વીટ્થી નારાજગી : સુશાંત સિંહ રાજપૂત નો આજે જન્મદિવસ છે. તે દિવસે કંગના રણોતે કરેલા ટ્વિટથી સુશાંતના પ્રશંસકો નારાજ થયા છે. access_time 12:48 pm IST