Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મૈસુરમાં રેલવેના કોચમાં કલુરફુલ કલાસરૂમ

મૈસુર તા. ૨૧ : શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે. પ્રત્યેક બાળકે પ્રાઇમરી શિક્ષણ તો મેળવવું જ જોઈએ એવો આગ્રહ સરકાર તરફથી કરવામાં આવે છે અને આ માટે ભરપૂર પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે. આવા જ પ્રયાસના ભાગ રૂપે કર્ણાટકના મૈસુર શહેરના અશોકાપુરમની રેલવે કોલોનીમાં આવેલી પ્રાઇમરી સ્કૂલમાં રેલવેના બે જૂના કોચને રંગબેરંગી કલાસરૂમમાં બદલવામાં આવ્યા છે.

આ કોચને નાલી-કાલી નામ આપવામાં આવ્યું છે, જેનો કન્નડ ભાષામાં અર્થ થાય છે ભણતરનો આનંદ. આ બંને કોચમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, વીજળી (પંખા અને બલ્બ) તેમ જ સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બેમાંથી એક કોચમાં ચોથા અને પાંચમા ધોરણના બાળકોને ભણાવવામાં આવે છે, જયારે બીજા કોચનો ઉપોયગ હોલ તરીકે થાય છે, જેમાં મીટિંગ તેમ જ અન્ય પ્રવૃત્ત્િ।ઓ થાય છે.

કોચને ગ્રીન એન્વાયર્નમેન્ટ અને એજયુકેશન થીમ હેઠળ કલર કરવામાં આવ્યો છે અને જળચક્ર અને સૌરમંડળ પણ તૈયાર કરવામાં આવ્યું છે. બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કોચમાં બે બાયોટોઇલેટ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કોચમાં વીજળી ઉપલબ્ધ કરવા માટે એક સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

(3:44 pm IST)