Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અમેરીકાના લોસ એન્જલસમાં વસતા વૈષ્ણવોએ ઉત્તરાયણ ઉત્સવ ઉજવ્યો.

લૉસએંજેલસ : જાન્યુઆરી ૧૨મી ને રવિવારે લોસએન્જલસના વૈષ્ણવો શ્રીજી મંદિરનાં મેદાનમાં ઉત્તરાયણની ઉજવણી માટે ભેગાં થયાં હતાં. આજે વાતાવરણ ખૂબજ સુંદર હતું  અને પવન પણ માફકસર હતો. પવનની મંદમંદ લહેરોમાં નાના મોટા સૌ પતંગ ચગાવવાની મઝા માણી હતી. કાપ્યો... કાપ્યો ની બૂમોથી વાતાવરણ ગૂંજતું હતું. પતંગ ચગાવવાના આનંદ સાથે તાજો પોંક અને ગરમા ગરમ ચા નાસ્તા ની મઝા સૌ માણી હતી. ત્યારબાદ ઉત્તરાયણના મનોરથની સજાવટના દર્શન નો લાભ લેતાં સૌ વૈષ્ણવોએ સર્ઘન કેલિફોર્નિયાનાં જાણીતા ગાયક જયશ્રીબેન ગોહિલનાં સુંદર ભજન-કીર્તનનો આનંદ માણ્યો હતો. ગુજરાતીઓનો સ્પેશ્યલ એવો ઉત્તરાયણ નો સ્વાદિષ્ટ ગળ્યો અને તીખાં ખીચડોના મહાપ્રસાદ સાથે સૌ વૈષ્ણવો છુટાં પડયા હતા તેવુ માહિતી તથા તસ્વીર સૌજન્ય શ્રી કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(2:16 pm IST)