Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વિશ્વમાં વિવિધ જુના કપડામાંથી માત્ર ૧ ટકાનું જ રિસાઇકલ !!

વધતી ફેશન કારણે 1980ની તુલનાએ કપડાંની ખરીદીમાં 400 ગણી : જીન્સ ધોવા કે ડ્રાયકલીન કરવામાં એક બલ્બ એક હજાર કલાક સુધી ચાલે તેટલી વીજળી વપરાય

નવી દિલ્હી : વધતી જતી ફેશનના કારણે ૧૯૮૦ની સરખામણીમાં વિશ્વમાં ૪૦૦ ગણા કપડા ખરીદાય છે. એક પેન્ટના માપનું જીન્સ કાપડ બનાવવામાં વિવિધ તબક્કે કુલ ૫ હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. જીન્સ ધોવા કે ડ્રાયકલીન કરવામાં એક બલ્બ એક હજાર કલાક સુધી ચાલે તેટલી વીજળી વપરાય છે.  તેમ અહેવાલ જણાવે છે

  અમેરિકામાં દર વર્ષે ૪૫ કરોડ જિન્સનું વેચાણ થાય છે. એક માહિતી મુજબ વિશ્વના હવાઇ જહાજ, પાણીના જહાજ ભેગા થઇને જેટલો ગ્રીન હાઉસ પેદા કરે છે તેનાથી વધારે ગ્રીન હાઉસ કપડાની બનાવટના કારણે ફેલાય છે.

 અમેરિકા જેવા વિકસિત દેશનો સરેરાશ નાગરીક વર્ષમાં ૭૦ જેટલા કપડા ખરીદે છે. આ હિસાબે એક વ્યકિત સરેરાશ પાંચ કે છથી વધારે સમય એક કપડા પહેરતો નથી. બદલાતી જતી ફાસ્ટ ફેશનના કારણે કપડાના ઝડપી ઉત્પાદનથી વધતા જતા પ્રદૂષણ સામે અમેરિકામાં પણ વિરોધ થવા લાગ્યો છે. વિકસિત દેશો પણ પ્રદૂષણથી બચવા માટે વિકાસશીલ દેશોમાં જીન્સ ઉત્પાદન કરવા લાગ્યા છે.આથી બાંગ્લાદેશ, ભારત અને થાઇલેન્ડ જેવા દેશોમાં સસ્તી કિંમતના કપડાનું મેન્યુફેકચરિંગ કામ વધતું જાય છે. કપડાની બ્રાંડ કંપનીઓએ રિસાઇકલ માટે કપડા આપો અને નવા કપડાની ખરીદીમાં ડિસ્કાઉન્ટ મેળવો એવી ઓફરો પણ શરુ કરી છે. આ જુના કપડા રીસેલના નામે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોના માર્કેટમાં આવે છે.

(1:15 pm IST)