Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

યમનમાં મસ્જીદ ફુંકી મારીઃ ૧૦૦ના મોતઃ દોઢસો ઘાયલ

આતંકી હુમલા પાછળ ઇરાન સમર્થક હુથી સંગઠનોનો હાથ

સનાઃ યમનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જયારે અનેક લોકો દ્યવાયા છે. આ હુમલો યમનમાં શીયા મુસ્લિમોના બળવો કરનારા હુથી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.

સૃથાનિક સૈન્ય દ્વારા જારી માહિતી અનુસાર અહીંના મરાબીમાં આવેલી મસ્જિદમાં મિસાઇલો દાગવામાં આવી હતી, જેમાં સૃથળ પર જ ૧૦૦ લોકો માર્યા ગયા હતા જયારે ઇજાગ્રસ્તોને સૃથાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જે વિસ્તારમાં હુમલો કરાયો તેને યમન સૈન્ય કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.

યમનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતંુ કે અમે આ હુમલાને વખોડી રહ્યા છીએ, સૈન્યએ જણાવ્યું હતું કે જે લોકો માર્યા ગયા છે તેમાં સૈન્ય અને આમ નાગરિકો બન્નેનો સમાવેશ થાય છે. દ્યવાયેલાને અહીંના મરાબીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્યાયલોની સંખ્યા ૧૬૦થી વધુ છે અને તેમાં અનેકની સિૃથતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 

(12:48 pm IST)