Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અનેક હાઉસફુલ ટિકિટ શો થયા બાદ રાજકોટમાં પહેલી જ વખત 'અકિલા' દ્વારા તદ્દન ફ્રી આયોજન

આ શો થકી બાળકો - યુવાઓ - બહેનોને પોઝીટીવીટીનો પાવર ચડી ગયો, સફળતાની કાલ્પનિક નહિં પણ વાસ્તવિક ફોર્મ્યુલા જય વસાવડાએ આપી

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ આયોજીત મોટિવેશનલ શો-જયકારાનું  આયોજન માત્ર આમંત્રિતો અને અકિલા ઇન્ડ્યિા ઇવેન્ટ્સના રજીસ્ટર્ડ યુઝર્સ માટે જ કરવામાં આવ્યુું છે. આ શોને માણવા માટે ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશન ૧૨ જાન્યુઆરીએ બપોરે ૧ વાગ્યાથી gujratri.in પર શરૂ થયું હતું. જે ખુલતાની સાથે જ માત્ર દોઢ કલાકમાં હાઉસફુલ થઇ ગયું હતું.

 અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ હમેંશા ગુજરાત્રિયન્સ અને રાજકોટિયન્સ માટે નવું, નોખું, અનોખું નઝરાણું લાવે છે. આ વખતે જે શો લાવવામાં આવ્યો તેના પર સૌ કોઇ આફરીન થઇ ગયા. અનેક શહેરોમાં આ શો ટિકીટથી થઇ ચૂકયો છે, પણ રાજકોટમાં પહેલી જ વખત તદ્દન ફ્રીમાં થયો છે. તેનું એક જ કારણ છે-અકિલા. અગાઉ મુંબઇ,સુરત,અમદાવાદ,ગાંધીનગર, જામનગર બધે જ ભારે લોકચાહના સાથે ટિકિટ શો થયા છે અને ભરપુર સફળ રહ્યા છે. પણ રાજકોટમાં પહેલી જ વખત 'અકિલા'ના કારણે આ શો થયો છે. એ પણ જાહેર જનતા માટે તદ્દન ફ્રી ! મંદી, પરીક્ષા, સંબંધોના તણાવ, કામના સ્ટ્રેસ કે પછી બીજા અનેક કારણોસર આવતા ખોટા વિચારો.. વગેરેને લીધે ભારતમાં સૌથી વધુ આપઘાત થાય છે ત્યારે ઓડિયોવિઝયુઅલ્સથી એનો એન્ટીડોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ શો જોયા પછી પોઝિટિવિટીનો પાવર ચડી જાય અને સફળતાની કાલ્પનિક નહિ પણ વાસ્તવિક ફોર્મ્યુલા લોકોને જય વસાવડાએ આપી હતી.

(12:06 pm IST)