Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પહાડ તોડી રસ્તો બનાવનાર એકલવીર એવા દશરથ માંજીએ કહેલું

ભગવાન કે ભરોસે મત બેઠો, કયા પતા ભગવાન તુમ્હારે ભરોસે બેઠા હો?

તુ જો... જાગે... તો... તુ...જ...હો... આગે... થાય તારો જયકારા...

રાજકોટ : લેખક અને જાણીતા વકતા એવા જય વસાવડાએ ફોર - ડી ફોર્મ્યુલામાં 'ડૂ' નામના ફોર્મ્યુલા અંતર્ગત એક ઉદાહરણ આપતા કહ્યુ કે ધ માઉન્ટ મેન તરીકે જાણીતા એવા દશરથ માંજીએ એકલા હાથે પહાડ તોડી તેમાંથી રસ્તો બનાવ્યો હતો. તેમના પત્નિને સારવાર માટે તેઓ બીજા ગામમાં લઈ જતા હતા ત્યારે પહાડ ઉપર ચડી બીજા ગામમાં જઈ શકાતુ હતું. પરંતુ તેમના પત્નિનું પહાડ નજીક જ અવસાન થયુ હતું.

તેમણે મનમાં ધારી લીધુ કે મારી જેમ અન્ય કોઈ મારા જેવી વેદના સહન ન કરવી પડે તે માટે તેમણે એકલા હાથે આ પહાડ તોડવાનું શરૂ કર્યુ. એમ કરતા કરતા ૨૫ વર્ષના અંતે પહાડ તોડી રસ્તો બનાવ્યો. આ કાર્યની સફળતા બાદ લોકોએ તેને પૂછ્યુ કે આ કાર્ય સરકાર પણ કરી શકત ત્યારે દશરથ માંજીએ ઉત્તર આપ્યો કે ભગવાન કે ભરોસે મત બેઠો કયાં પતા ભગવાન ભી તુમ્હારે ભરોસે બેઠા હો?

(12:04 pm IST)