Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

દુનિયાના વિકાસની ગતિ ધીમી પડી એના માટે ભારત જવાબદારઃ IMF

સરકારની સામે સૌથી મોટો પડકાર એનપીએની સમસ્યાને દૂર કર્યા વગર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે

નવી દિલ્હી,તા.૨૧:આંતરરાષ્ટ્રીય નાણાંકીય ફંડ (IMF) ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ખૂબ જ ઘટાડી દીધો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦મા ભારતનો જીડીપી દર અંદાજે ૪.૮ ટકા રહેશે. આઇએમએફે કહ્યું કે ભારત અને તેના જેવા બીજા ઉભરતા દેશોમાં સુસ્તીના લીધે દુનિયાના ગ્રોથ અનુમાનને તેને ઘટાડવા પડ્યા છે. IMFએ દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમી (WEF)ની બેઠક દરમ્યાન આ અનુમાનને રજૂ કર્યો.

આ અંગે આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મીડિયા સાથે વત કરતાં કહ્યું કે ગ્લોબલ ગ્રોથના અનુમાનમાં ૮૦થી વધુ  ઘટાડા માટે ભારત જવાબદાર છે. ગોપીનાથે કહ્યું કે અમે ૨૦૧૯ માટે વૈશ્વિક વિકાસ ૨.૯ ટકા અને ૨૦૨૦ માટે ૩.૩ ટકા અંદાજયો છે, જે ઓકટોબરના અનુમાન કરતાં ૦.૧ ટકા ઓછો છે. તેનો મોટાભાગનો હિસ્સો ભારત માટે અમારા ડાઉનગ્રેડથી આવે છે જે બંને વર્ષો માટે ખૂબ જ અગત્યનો હતો.

જયારે ગીતા ગોપીનાથને પૂછવામાં આવ્યું કે ભારતની આર્થિક મંદીએ વૈશ્વિક પૂર્વાનુમાનોને કેટલી હદ સુધી અસર કરી છે તો તેમણે કહ્યું 'સરળ ગણતરી કહે છે કે આ ૮૦થી વધુ હશે.' ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને દ્યટાડવા અંગે ગોપીનાથે કહ્યું કે ભારતના પહેલાં બે ત્રિમાસિકના અનુમાનોની તુલનામાં આપણે નબળા હતા. તેમણે કહ્યું કે મુખ્યત્વે રીતે નોન-બેન્કિંગ નાણાંકીય ક્ષેત્રમાં નરમાઇ અને ગ્રામીણ ક્ષેત્રની આવકમાં નરમાઇ વૃદ્ઘિના લીધે ભારતના આર્થિક વિકાસદરના અનુમાનમાં દ્યટાડો કરાયો છે.

ગોપીનાથે વધુમાં કહ્યું કે ૨૦૨૦ સુધી ભારતીય અર્થતંત્રમાં ૫.૮ ટકા જીડીપી રહેવાનો અંદાજો છે અને આગળ જતા ૨૦૨૧મા સુધરીને ૬.૫ ટકા રહી શકે છે. ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે ગોપીનાથે કહ્યું કે અમે ભારતને ઉભરતું જોઇએ છીએ. આવતા નાણાંકીય વર્ષમાં મહત્વપૂર્ણ રિકવરી આવી રહી છે. સરકારની સામે સૌથી મોટો પડકાર એનપીએની સમસ્યાને દૂર કર્યા વગર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ગોપીનાથે એમ પણ કહ્યું કે ૨૦૨૦મા વૈશ્વિક વૃદ્ઘિમાં તેજી હજુ દ્યણી અનિશ્ચિત બનેલી છે.(૨૨.૮)

 

(11:23 am IST)