Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કેનેડામાં બરફનું તોફાનઃ તુટયો ૨૧ વર્ષનો રેકોર્ડ

૩૦ ઇંચ જેટલો બરફ પડયોઃ ચારે તરફ સફેદ ચાદર

ટોરેન્ટો, તા.૨૧: કેનેડામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી છે. બોમ્બ સાયકલોનના કારણે કેનેડાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. અહીંયા હિમ વર્ષાએ બે દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. કેનેડાના સેન્ટ જોનમાં ૩૦ ઇંચ જેટલો રેકોર્ડ તોડ બરફ પડયો છે.

કેનેડામાં આવેલા બરફના તોફાન બોમ્બ સાયકલોને ન્યૂ ફાઉન્ડલેન્ડ, એટલાન્ટિક અને લેબ્રાડોર રાજયમાં તબાહી મચાવી દીધી છે. બરફના તોફાનની ચપેટમાં આવ્યા બાદ ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોનમાં ઈતિહાસની અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષા થઇ હતી. સેન્ટ જોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૨૦-૧૫૭ કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી જેના કારણે હવાઇ સેવાઓ રોકવી પડી હતી.

બોમ્બ સાયકલોનના કારણે ૨૪ કલાકમાં હવાનું દબાણ ૨૪ મિલીબાર કે તેથી વધુ નોંધાયું

સેન્ટ જાનમાં એકજ દિવસમાં ખાબયો ૭૬.૨ સેમી એટલે કે ૩૦ ઇંચ બરફ

બરફ વર્ષાએ તોડ્યો ૨૧ વર્ષોનો રેકોર્ડ

સેન્ટ જાન શહેરમાં ૫ એપ્રિલ, ૧૯૯૯એ પડ્યો હતો ૨૭ ઇંચ બરફ

 હવામાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે બોમ્બ સાયકલોન બનવાનું કારણ ૨૪ કલાકમાં હવાનું દબાણ ૨૪ મિલીબાર અથવા તેનાથી વધારે થયું હતુ. જેના કારણે શહેરમાં એક દિવસમાં ૭૬.૨ સેમી એટલે કે ૩૦ ઇંચ જેટલો બરફ પડ્યો. તેનાથી રાજધાનીમાં બરફવર્ષાનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. સેન્ટ જોન શહેરમાં આ પહેલા ૫ એપ્રિલ ૧૯૯૯એ ૬૮.૪ સેમી એટલે કે ૨૭ ઇંચ બરફ વર્ષા નોંધાઇ હતી.

ગત સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના પૂર્વોત્ત્।ર વિસ્તારોમાં ભારે પવન, બરફવર્ષા અને વરસાદના લીધે આ તોફાન કેનેડા પહોંચીને બોમ્બ સાયકલોનમાં તબદીલ થઇ ગયું હતું. તેનાથી કેનેડાના ત્રણ રાજયોમાં અસર થઇ છે. સેન્ટ જોન શહેરમાં બરફના થર જામી જવાથી દ્યરોના દરવાજા બંધ થઇ ગયા અને લોકો તેમા ફસાઇ ગયા હતાં. રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ પણ બરફ નીચે દબાઇ ગઇ છે. લોકોની મદદ માટે સેના પહોંચી છે.

(10:23 am IST)