Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

CAA પર ભાજપ સાથે વિવાદ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે શિરોમણી અકાલી દળ

નવી દિલ્હી, તા.૨૧: ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિરોમણી અકાલી દળએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. અકાલી દળે તેની પાછળનું કારણ નાગરિકતા સંશોધન કાયદો જણાવ્યું છે. પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ સોમવારે કહ્યું કે, અમે ટિકિટ કે સીટને લઈને નહીં પરંતુ નાગરિકતા સંશોધન કાયદાને લઈને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ગઠબંધન પહેલાની જેમ રહેશે, પરંતુ અમે દિલ્હીની ચૂંટણી નહીં લડીએ.

મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે, શિરોમણી અકાલી દળ તરીકે અમારૂ ભાજપની સાથે જૂનુ ગઠબંધન છે પરંતુ થોડા દિવસ પહેલા અમારા નેતા સરદાર સુખબીર બાદલના સીએએ પર વલણને જોતા અમે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, અકાલી દળનું સ્પષ્ટ માનવું છે કે, અમે ધર્મના આધાર પર ભેદભાવ નહીં થવા દીએએ. અમે સીએએનું સમર્થન કરતા હતા પરંતુ કોઈ ધર્મની વિરુદ્ઘ ન થઈ શકીએ.

મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, અમારી છેલ્લા ૩ દિવસથી ભાજપની સાથે વાત ચાલી રહી હતી, પરંતુ અમે અમારા વલણથી પાછળ હટવા તૈયાર નહતા. આ કારણ છે કે અમારા નેતાના આદેશ પર તે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં શિરોમણી અકાલી દળ વિધાનસભા ચૂંટણી નહીં લડે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં શિરોમણી અકાલી દળથી હાલમાં એક ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસા છે અને આ વખતે તેમણે પણ પાર્ટીના નિર્ણયને માનતા ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે.

જયારે મનજિન્દર સિંહ સિરસાને પૂછવામાં આવ્યું કે શું આ નિર્ણય કારણ ભાજપની સાથે કોઈ પ્રકારની સીટોને વહેંચણી અને ટિકિટના મામલાને લઈને સહમતિ ન બની શકવી છે તો તેમણે આ વાતનો ઇનકાર કરી દીધો હતો. સિરસાએ કહ્યું કે, વાત સીટ કે ટિકિટ વહેંચણી પર હજુ વાત થી નથી. મનજિન્દર સિંહ સિરસાને પૂછવામાં આવ્યું કે શું તે હવે શાહીન બાગ જવાનું પસંદ કરશે તો તેના પર તેમણે ગોળગોળ જવાબ આપતા કહ્યું કે, અમે નાગરિકતા સંશોધન કાયદાના પક્ષમાં છીએ, પરંતુ ત્યાં બેઠેલા લોકો તેની વિરુદ્ઘ છે.

(9:46 am IST)