Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સામાજિક પરિવર્તન મામલે ભારત મહત્વના દેશોથી ઘણુ પાછળ છૂટયુ

ભારતે સામાજિક સુરક્ષા અને યોગ્ય વેતન ક્ષેત્રે સુધારા કરવાની જરૂરત છે

કોલોગ્ની, તા.૨૧: સામાજિક પરિવર્તન મામલે ભારત દુનિયાના પ્રમુખ દેશોની સરખામણીએ ઘણો પાછળ રહી ગયો છે. World Economic Forum દ્વારા તૈયાર સામાજિક પરિવર્તન સૂચકાંકમાં ભારત ૮૨ દેશોમાંથી ૭૬માં ક્રમ પર રહ્યું છે. WEFના ૫૦મી વાર્ષિક બેઠક પહેલા આ સૂચકાંક જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ, સ્વાસ્થ, કામકાજ જેવા ક્ષેત્રોમાં ભારત ખરુ નથી ઉતરી શકયું. આ યાદીમાં ડેનમાર્જ પ્રથમ સ્થાને છે.

રિપોર્ટ મુજબ જો દેશમાં સામાજિક પરિવર્તનમાં ૧૦ ટકાનો વધારો થાય છે તો તેનાથી દેશની સામાજિક એકતા મજબૂત બને છે. આ સિવાય વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ ૨૦૩૦ સુધી લગભગ પાંચ ટકાનો વધારો થઇ શકે છે. પરંતુ રિપોર્ટ મુજબ થોડાક જ દેશોમાં આ પ્રકારના સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો સામાજિક પરિવર્તનમાં વધારો થાય તો સૌથી વધારે ફાયદો ચીન, અમેરિકા, ભારત, જાપાન અને જર્મનીને થઇ શકે છે.

રેન્કિંગ માટે દેશોના પાંચ કસોટી પર પાખવામાં આવ્યા હતા જેના દસ આધાર સ્તંભ છે. જેમાં શિક્ષણ, ટેકનોલોજી, કામકાજ અને સંરક્ષણ અને સંસ્થા છે. જે દર્શાવે છે કે યોગ્ય વેતન, સામાજિક સુરક્ષા અને આજીવન શિક્ષણનું સામાજિક પરિવર્તનમાં મહત્વનું યોગદાન છે.

આજીવન શિક્ષણ મામલે ભારત ૪૧માં અને કામકાજના સ્તરે ૫૩માં ક્રમે છે. ભારતે જે ક્ષેત્રોમાં વધારે સુધારો કરવાની જરુર છે એમાં સામાજિક સુરક્ષા અને યોગ્ય વેતન સામેલ છે.

આ યાદીમાં ડેનમાર્જ પછી નોર્વે, ફિનલેન્ડ, સ્વિડન અને આઇસલેન્ડ છે. જે પછી છઠ્ઠા ક્રમે નેધરલેન્ડ, ત્યાર પછી સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, અને લકજમબર્ગ છે.

(9:46 am IST)