Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

લ્યો બોલો : ગૃહ મંત્રાલયે RTIનાં જવાબમાં કહ્યું - ટુકડે ટુકડે ગેંગ વિશે કોઈ જાણકારી નથી

એક્ટિવિસ્ટ ગોખલેએ હવે ગૃહમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચૂંટણી આયોગનો સંપર્ક કરશે,

નવી દિલ્હી : ગૃહમંત્રાલયે એક આરટીઆઈનાં જવાબમાં કહ્યું કે, ટુકડે ટુકડે ગેંગ વિશે કોઈ જાણકારી નથી. એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ કહ્યું કે તેમને મંત્રાલયે કહ્યું કે, તેમને મંત્રાલયથી આરટીઆઈ દાખલ કર્યાનાં લગભગ એક મહિના બાદ સોમવારનાં પોતાની ક્વેરી માટે એક લાઇનનો જવાબ મળ્યો છે.  

   આ આરટીઆઈએ ગૃહમંત્રાલયનાં અધિકારીઓને સંપૂર્ણ રીતે ચુપ કરી દીધા જેમણે પહેલા એક ટીવી ચેનલને જણાવ્યું હતુ કે, ટુકડે ટુકડે ગેંગ અથવા એક સૂમહ ભારતને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એનો ખુફિયા અને કાયદો લાગુ કરવાની એજન્સીઓની કોઈપણ રિપોર્ટમાં ઉલ્લેખ  કરવામાં આવ્યો. નથી

ગોખલેએ કહ્યું કે, તેઓ ગૃહમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચૂંટણી આયોગનો સંપર્ક કરશે, કેમકે તેમણે હાલમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલા એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ કે ટુકડે ટુકડે ગેંગનાં સભ્યોને સજા આપવી જોઇએ. શાહે નાગરિકતા સંશોધન અધિનિયમની વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે કૉંગ્રેસ અને ટુકડે ટુકડે ગેંગને જવાબદાર ઠેરવી હટી 

(12:00 am IST)