Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

લોકતાંત્રિક દેશમાં ભયનું રાજકારણ નહીં કરી શકીએ. : બંગાળ ભાજપ નેતાને સરકારને ટોણો

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પપૌત્ર ચંદ્ર કુમાર બોઝે કહ્યું નાગરિકો પર કાયદો થોપવો જોઈએ નહિ : કાયદાના ફાયદા અંગે સમજાવવું પડશે

કોલકતા : પશ્ચિમ બંગાળ ભાજપાના ઉપાધ્યક્ષ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પપૌત્ર ચંદ્ર કુમાર બોઝે કહ્યું હતું કે, નવા નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, તેમાં આપણે લોકોની પાસે જવું પડશે અને તેમને કાયદાના ફાયદા અંગે સમજાવવું પડશે. એક લોકતાંત્રિક દેશમાં નાગરિકો પર કાયદો થોપવો જોઈએ નહિ. આપણું કામ લોકોને સમજાવવાનું છે કે આપણે સાચા છે અને તેઓ ખોટા છે.

CAA બાબતે બોલતા તેમણે કહ્યું, જો આ બિલ કાયદા તરીકે પાસ થઈ જશે તો રાજ્ય સરકારો માટે તે બાધારૂપ બનશે. આ કાયદાકીય સ્થિતિ છે. પણ એક લોકતાંત્રિક દેશમાં નાગરિકો સાથે કોઈ પણ અપમાનજનક વ્યવહાર નહીં કરી શકાય. માત્ર એટલા માટે કે આજે આપણી પાસે સંખ્યા છે, તો આપણે ભયનું રાજકારણ નહીં કરી શકીએ.

તેમણે કહ્યું કે, આ બિલમાં અમુક એવી જોગવાઈઓ છે, જેના દ્વારા વિપક્ષનો પૂરો અભિયાન જ બેકાર થઈ જશે. આ કાયદો હેરાન કરવામાં આવેલા અલ્પસંખ્યકો માટે છે. આપણે કોઈપણ ધર્મનો ઉલ્લેખ કરવો જોઈએ નહિ. આપણો દ્રષ્ટિકોણ અલગ હોવો જોઈએ

 

(11:15 pm IST)