Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રોબર્ટ વાડ્રાના નજીકના સીસી થંપીને કાલે સીબીઆઇ કોર્ટમાં રજુ કરવામાં આવશેઃ શુક્રવારના થઇ હતી ધરપકડ

હોલીડે ગ્રુપ વિરૃદ્ધ પ્રવર્તન નિર્દેશાલયએ શુક્રવારના મોટી કાર્યવાહી કરી હતી. ઇડીએ ગ્રુપના ચેરમેન સીસી થંપીની ધરપકડ કરી હતી. સીસી થંપી સોનિયા ગાંધીના જમાઇ વાડ્રાના નજદીકી છે. ઇડી થંપી અને એમની ત્રણ કંપનીઓ હોલીડે સિટી સેન્ટર હોલીડે પ્રોપર્ટીઝ અને હોલીડે  બેકલ રીસોર્ટની તપાસ કરી રહી છે.  આ તમામ કંપીનઓ સામે ઇડી ફોરેન એકસચેન્ઝ મેનેજમેન્ટ એકટ ૧૯૯૯ ને લઇ તપાસ કરી રહી છે. આરોપ છે કે કંપનીએ ર૮૮ કરોડ રુપીયાનો ગોટાળો કર્યો છે. સીસી થંપીને  સીબીઆઇની વિશેષ કોર્ટમા રજુ કરવામાં આવશે.

થંપીના ઇડી રીમાન્ડ પુરા થઇ ગયા છે. થંપીની ધરપકડ પછી સીબીઅઇાઇની વિશેષ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.  જે પછી ત્રણ દિવસની ઇડીની અટકાયતમા હતો આજે  થંપીની ઇડી રીમાન્ડ પુરી થઇ હવે વિશેષ કોર્ટમાં રજુ કરવમા આવશે.

(12:00 am IST)