Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

'હલવા સેરેમની' સાથે બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ, નાણા રાજ્યમંત્રીએ વહેંચ્યો હલવો: જૂની પરંપરા

નવી દિલ્હીઃ સોમવારે નાણા મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ બ્લોક ઓફિસમાં હલવો વહેંચીને બજેટના દસ્તાવેજોના છાપકામની શરૂઆત કરાવી હતી. આ એક જૂની પરંપરા છે અને કેટલાય વર્ષોથી ચાલતી આવે છે.

 આ રિવાજ મુજબ એક મોડી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે અને બજેટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને આ હલવો ખવડાવાય છે. 

1 ફેબ્રુઆરી, 2019ના રોજ મોદી સરકાર તરફથી વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. પરંપરા મુજબ બજેટના થોડા દિવસ પહેલા 'હલવા સેરેમની'નું આયોજન કરવામાં આવે છે. હલવા સેરેમનીની સાથે જ બજેટ માટે જે મુસદ્દો તૈયાર કરાયો હોય તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ જાય છે.

  આ વખતે નાણા મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લા, નાણાકીય બાબતોના આર્થિક સચિવ સુભાષ ગર્ગ અને સડક પરિવહન રાજ્યમંત્રી રાધા કૃષ્ણએ આ રિવાજ નિભાવ્યો હતો.

(10:27 pm IST)