Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભારતમાં વપરાતા ઈવીએમ હેક કરવા ખુબ સરળ :બ્રિટનના નિષ્ણાતો હેકિંગનું લાઈવ પ્રસારણ કરશે

યુરોપમાં ઇન્ડિયન જર્નાલિસ્ટ એસો,દ્વારા આયોજન : અમેરિકી સાઈબર એક્ષપર્ટને પણ બોલાવાયા

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીને લઈને માહોલ બનવાનો શરૂ થયો છે.મતદાન માટે વપરાતા ઈવીએમની સુરક્ષા પર રાજનીતિક પાર્ટીઓ સવાલ ઉઠાવી ચુક્યા છે.તેવામાં બ્રિટનના કેટલાક એકપર્ટ ભારતમાં વપરાતા ઈવીએમને હેક કરી શકાય તેવી વાત કહી છે. એટલેથી ન અટકતા તેઓએ ભારતીય ઈવીએમના હેકિંગનુ પ્રસારણ લાઈવ કરવાની વાત કહી છે.

    એક્ષપર્ટના મતે ઈવીએમને હેક કરવું અત્યંત સરળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુરોપમાં ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશન તરફથી કાર્યક્રમનું આયોજન થયુ છે. જેમાં અમેરિકી સાઈબર એક્ષપર્ટને બોલાવવામાં આવ્યા છે.

   અગાઉ વિપક્ષના નેતાઓ ઈવીએમને હેક કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. પરંતુ ચુંટણી પંચ પણ સતત આ આરોપને નકારી ચુક્યુ છે.જોકે કોલકત્તામાં વિપક્ષી દળોની મહારેલી બાદ નેતાઓએ ઈવીએમની સુરક્ષાનો મુદ્દો ફરી ઉઠાવ્યો છે.

(12:50 pm IST)