Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આવો એક વિચાર એક રાષ્ટ્ર બનીએઃ મતભેદો દૂર કરીએ :હાર્દિક પટેલ

કોલકતામાં વિપક્ષોના જંગી શકિત પ્રદર્શનમાં 'પાસ'ના નેતાનું ઉદ્બોધન

રાજકોટઃ પશ્ચિમ બંગાળના કલકત્તામાં વિપક્ષોએ એકજુથ બની શકિતપ્રદર્શન કર્યુ હતું. આ સંમેલનમાં 'પાસ'ના કન્વીનર શ્રી હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જંગી સભાને સંબોધતા જણાવેલ કે નવી ક્રાંતિ સાથે આ દેશને બચાવવા માટે જનસૈલાબ ઉમટી પડયો છે. આ ધરતી ઉપર સુભાષચંદ્ર બોઝનો નારો હતો. 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા' સુભાષબાબુએ ગોરાઓ સામે લડત ચલાવી હતી. આપણે બધાએ મળીને ચોરો સામે લડવાનું છે. મને લાગે છે ત્યારે જ આપણે આ દેશને બચાવી શકીશું. સાચી આઝાદી ત્યારે જ મળશે, જયારે એક વિચાર બીજા વિચારને મળે, આવો એક વિચાર એક રાષ્ટ્ર બનીએ અને ભેદભાવ દૂર કરીએ. આ મહાસંમેલનમાં વિપક્ષી પક્ષનના દિગ્ગજ નેતાઓ શરદ યાદવ, મમતા બેનર્જી, કેજરીવાલ,  અખીલેશ યાદવ, ફારૂક અબ્દુલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૪)

(11:35 am IST)