Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - 'ગુજરાત્રી'ને અભૂતપૂર્વ આવકાર 'કોકટેલ desi' ઇવેન્ટમાં ચાહકોએ જબરદસ્ત રસ દાખવ્યોઃ હાઉસફુલ

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી કલાકારોનાં સંરક્ષણ, સંવર્ધન, પ્રોત્સાહન અને મનોરંજનની 'ગુજરાત્રી'નો ઉદયઃ તા.ર ફેબ્રુઆરીએ રાત્રે ૯ વાગ્યે રાજકોટમાં મચશે ધમાલ

રાજકોટઃ અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા ગુજરાતીઓ માટે માતૃભાષા ગુજરાતીનો એક ભવ્યાતિભવ્ય જલસો 'ગુજરાત્રી' - કોકટેલ desi'નું આયોજન  આયોજન તા. ૨ ફ્રેબ્રુઆરી શનિવારે રાત્રે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ માટે ઓનલાઈન બુકિંગને એવો જબ્બર પ્રતિસાદ મળ્યો છે કે, ગત ગુરુવારે સવારે શરુ થયેલા ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ફકત પાંચજ કલાકમાં તમામ સીટ બુક થઈ ગઈ છે! ગુજરાત અને રાજકોટમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત થઈ રહ્યો હોઈ યુવાઓમાં ગજબનો રોમાંચ ફેલાયો છે. ગુજરાતી ગીત-સંગીત-કવિતાનાં આ જલસામાં શબ્દ - સૂર કલા ક્ષેત્રના દિગ્ગજ કલાકારો ગુજરાત્રીનાં મંચ પર રાજકોટીયનોને માણવા મળશે. અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા ગુજરાત્રી આયોજીત કવિતામાં સંચાલન અને સંચાલનમાં કવિતા સાથે ઓન ધી રોકસ સંગીત એટલે કોકટેલ desi કાર્યક્રમ. રાજકોટમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલો શબ્દ - સૂરનો આ પ્રકારનો રચનાત્મક કાર્યક્રમ સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ અવસર અને આશિર્વાદ સમાન બની રહેશે.

કુદરતે માનવીને વિશિષ્ટ શકિતઓ પ્રદાન કરી છે તેથી દરેક વ્યકિતઓમાં કોઈને કોઈ પ્રતિભા છૂપાયેલી હોય છે. ગુણવાનોની કદર સમયસર થવી જોઈએ, સાથોસાથ પ્રતિભાવાન કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવવું જોઈએ. કલા, સાહિત્ય અને સંગીત સમાજનાં અભિન્ન અંગ છે. કલા, સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ અને સેવાના સન્માનથી સમાજ સુસંસ્કૃત બને છે. પત્રકારિત્વનો ધર્મ સુપેરે નિભાવતું અખબાર અકિલા તમામ બાબતોથી પરિચિત હોય એ પણ જાણતું હતું કે, રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં સાહિત્યરસિકોને આજ સુધી કલા-સાહિત્યને અલગ-અલગ પ્રકારે પીરસવામાં આવ્યું છે. અહીં કલાના દરેક સ્વાદ જુદાં જુદાં સ્થળ-સ્વરૂપમાં પીરસવામાં આવે છે. જો ગુજરાતી ગીત-સંગીત, કવિતાનો જલસો એક છત નીચે અનેક કલાકારો દ્વારા પીરસવામાં આવે તો? સોનામાં સાહિત્ય-સંગીત ભળે.

ગુજરાતીઓની ગોદમાં રમતા એક સાંધ્ય દૈનિક અકિલાના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિશ ગણાત્રાને એવો વિચાર આવે કે ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કંઈક આગવું, નોખું-અનોખું કરી છૂટવું... એ વાત જ આજના યુગમાં અનોખી દ્યટના કહેવાય. અને આ વિચારબીજ પાંગરીને ફૂટેલી કુંપળ એટલે જ ''ગુજરાત્રી''. અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સે ખૂબ ધીરજપૂર્વક અને લાંબુ વિચારીને એવો નિર્ણય લીધો કે ગુજરાતી કલા, સંગીત અને સાહિત્યની પ્રવૃત્ત્િ।ને જો ઉત્ત્।ેજન આપવામાં આવે તો એના દ્વારા માતૃભાષા ગુજરાતીની ઉત્ત્।મ સેવા થઈ શકે તેમ છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે સાહિત્ય અને કલા વગરનો મનુષ્ય એ પુંછડી ન હોવા છતાં સાક્ષાત પશુ સમાન છે. સાહિત્ય અને કલા એ કોઈ પણ ભાષા માટે હ્રદય અને ફેફસાનું સ્થાન ધરાવે છે.

આ બધા જ પાસાઓ પર વિચારીને અકિલાએ નક્કી કર્યું કે, ગુજરાત્રી કાર્યક્રમનું આયોજન નિયમિત સમયાંતરે થવું જોઈએ અને આ કાર્યક્રમનાં નેજા હેઠળ કલાના વિવિધ સ્વરૂપો જેમ કે સંગીત, નાટક, ચિત્રકલા, ફિલ્મ, શિલ્પકલા વગેરે તેમજ ભાષા-સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજવા અને કવિ સંમેલન, ચર્ચાસત્ર, સંવાદો, કાર્યશાળા, તાલીમ શિબિર, બુક ફેર, ટોક શો, કિવઝ શો  વગેરે કાર્યક્રમોને પણ નિયમિત ઉત્તેજન આપવું.

અન્ય એક ખૂબ જ મહત્વનો અને સમયની માંગ મુજબનો નિર્ણય પણ અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સે એ લીધો કે ધીમે-ધીમે માતૃભાષા, કલા, સાહિત્ય વગેરેથી દૂર થતી જતી આજની યુવા પેઢીને સાથે રાખી, તેમની પસંદગી-નાપસંદગીને ધ્યાનમાં રાખી અને તેઓ મોટી સંખ્યામાં જોડાય તેવા અવનવા, આકર્ષક કાર્યક્રમો જ યોજવા. અને જન્મ થયો છે ગુજરાત્રીનો.. માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી કલાકારોનાં સંરક્ષણ, સંવર્ધન, પ્રોત્સાહન અને મનોરંજનની ગુજરાત્રીનો ઉદય અકિલાના નિમિશભાઈ ગણાત્રાએ ''અકિલા ઈવેન્ટ્સ'' દ્વારા કર્યો છે.

ગુજરાત્રીના પ્રથમ વર્ષે ''કોકટેલ desi'' નામનો એક ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ ૨ ફેબ્રુઆરીએ હેમુગઢવી હોલ ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં ગુજરાતી સાહિત્ય, નાટક, ફિલ્મ જગતના પ્રસિદ્ઘ સંચાલકો અને કવિઓ, સર્વે શ્રી તુષાર શુકલ, શ્રી મિલિન્દ ગઢવી, શ્રી રઈશ મણીયાર, સુશ્રી એશા દાદાવાલા, સાથે અનોખી રીતે ડિઝાઇન કરેલ ઓડિયન્સ interaction સાથેનો મનોરંજક કાર્યક્રમ અને આ સાથે એક ધમાકેદાર સંગીત સાથેના કાર્યક્રમમાં આ જ સંચાલકો તેમના નિરાળા અંદાજમાં ગુજરાતી સુગમ, લોકગીત અને ફિલ્મી ગીતોની theme based પ્રાચીન અર્વાચીન મેશ-અપ મેડલે, વિખ્યાત યુવા ગાયકો શ્રી આલાપ દેસાઈ અને સુશ્રી હિમાલી વ્યાસ નાઈકના અવાજમાં લાઈવ પ્રસ્તુત કરશે. શબ્દ અને સૂરનાં કોકટેલ દેશી કાર્યક્રમની શો ડિઝાઈન વિરલ રાચ્છ અને સંયોજન હિરેન સુબાએ કર્યું છે. આ ઈવેન્ટની વધુ માહિતી મેળવવા ગુજરાત્રીની વેબસાઈટ www.gujratri.in પર જુવો અને માણવા તૈયાર થઈ જાવ ગુજરાતીતાનું ગરવું સરનામું.. અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ - ગુજરાત્રીનો આ વર્ષનો સૌ પ્રથમ ગુજરાતી શબ્દ-સૂરનો mashup જલસો.. કોકટેલ desi...

-: આલેખન :-

કિન્નર આચાર્ર્ય

(11:30 am IST)