Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

૬ મહિના જીએસટી રિટર્ન ન ભર્યું તો ઇ-વે બિલ જનરેટ નહીં થાય

એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન જીએસટી ચોરી અને નિયમ ભંગના ૩૬૨૬ કેસ શોધી કાઢયા હતા જેમાં રૂ. ૧૫૨૭૮.૧૮ કરોડની રકમનો સમાવેશ

નવી દિલ્હી તા. ૨૧ : વ્યાપારીઓ દ્વારા સતત બે જીએસટી રિટર્ન એટલે કે છ માસ સુધી ફાઈલ નહીં કર્યા હશે તેમને ઈ-વઙ્ખ બિલ જનરેટ કરવામાંથી દૂર કરાશે તે માટે જીએસટી નેટવર્ક આઈટી સિસ્ટમ વિકસાવી રહી છે. નવી સિસ્ટમ જેવી બનશે એટલે નવા રૂલ નોટિફાઈ થશે, એમ અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું. જીએસટીની કરચોરી પર નિગરાની રાખવા આ હિલચાલ થઈ રહી છે. સેન્ટ્રલ ટેકસના અધિકારીઓએ એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન જીએસટી ચોરી અને નિયમ ભંગના ૩૬૨૬ કેસ શોધી કાઢ્યા હતા, જેમાં રૂ. ૧૫૨૭૮.૧૮ કરોડની રકમનો સમાવેશ છે.

કરચોરી અટકાવવાના પગલાં રૂપે ઈ-વે બિલ સિસ્ટમ પહેલી એપ્રિલ-૨૦૧૮થી શરૂ કરાઈ હતી. એક રાજયથી બીજા રાજયમાં ગુડસની હેરફેર માટે ઈ-વે બિલ જરૂરી છે, રેવન્યૂ વધારવાની સાથે કરચોરી વિરોધી કડક પગલાં લેવાયા છે. રેવન્યૂ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટીની ફાસ્ટેગ યંત્રણા સાથે ઈ-વે બિલ સિસ્ટમના ઈન્ટિગ્રેશન માટે એપ્રિલથી કામ કરે છે. તપાસનીશ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે અમુક ટ્રાન્સપોર્ટરો એક જ ઈ-વે બિલ જનરેટ કરીને ઘણી ટ્રિપ કરે છે. જીએસટીનો રેવન્યૂ લક્ષ્યાંક મહિને રૂ. એક લાખ કરોડનો છે, તેની સામે વસૂલાત સરેરાશ રૂ. ૯૬૮૦૦ કરોડની રહી છે.(૨૧.૧૦)

(10:20 am IST)