Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગરીબ સવર્ણોને ૧ ફેબ્રુઆરીથી મળશે ૧૦% અનામતનો લાભ

નોટિફિકેશન બહાર પડયું

નવી દિલ્હી તા. ૨૧ : કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગરીબ સવર્ણોને ૧ ફેબ્રુઆરીથી ૧૦ ટકા અનામત મળશે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા ૧૦ ટકા અનામત આપતો કાયદો ગુજરાત અને ઝારખંડમાં લાગુ થઈ ગયો છે. સવર્ણ અનામત માટે ૮ લાખની વાર્ષિક આવક નક્કી થઇ છે.

ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપતા કાનૂનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૩ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. જયારે આ અંગેનું બિલ ૯ જાન્યુઆરીએ સંસદમાં પાસ થયું હતું.

આ કાનૂન મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે તેના દ્વારા મોદી સરકાર વિવિધ સવર્ણ જાતિઓ પર તેની પકડ મજબૂત કરી શકે છે. કારણકે આ જાતિઓ ધીમે ધીમે તેમનાથી દૂર થઈ રહી હતી, જયારે ૨૦૧૪માં મોદીને આ જાતિઓનું સમર્થન મળ્યું હતું. (૨૧.૯)

(10:18 am IST)