Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું

હવે એને ભારત લાવવો મુશ્કેલ

નવી દિલ્હી તા. ૨૧ : પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. સાડા ૧૩ હજાર કરોડની છેતરપીંડી કરવાના કૌભાંડમાં જે મુખ્ય આરોપી તરીકે જાહેર કરાયો છે તે મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકત્વ છોડી દીધાનો અહેવાલ છે.

ચોકસીએ કેરિબીયન ટાપુ રાષ્ટ્ર એન્ટીગ્વાનું નાગરિકત્વ મેળવી લીધું છે. એણે પોતાનો ભારતીય પાસપોર્ટ એન્ટીગ્વાસ્થિત ભારતીય દૂતાવાસને પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે.

ભારતીય નાગરિકત્વ છોડી દેતાં ચોકસીને હવે ભારત પાછો લાવવાનું ભારત સરકાર માટે મુશ્કેલ બનશે. નાગરિકતા છોડવા બદલ ચોકસીને ૧૭૭ અમેરિકી ડોલરની રકમનો ડ્રાફટ આપવો પડ્યો છે.

ચોકસીના આ પગલા વિશેની જાણકારી નવી દિલ્હીસ્થિત વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને આપી દીધી છે.

નાગરિકતા છોડવા માટેના ફોર્મમાં ચોકસીએ પોતાનું નવું સરનામું લખાવ્યું છે – જોલી હાર્બર સેન્ટ માર્કસ, એન્ટીગ્વા.

ચોકસીએ ભારતીય દૂતાવાસને કહ્યું હતું કે એણે નિયમો અંતર્ગત એન્ટીગ્વાનું નાગરિકત્વ મેળવ્યું છે અને ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે.(૨૧.૮)

(10:19 am IST)