Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બોફોર્સ બોલવાના પ્રશ્ને શરદ યાદવે ખુલાસો કર્યો

જીભ લપસી ગયાની દલીલ

મુંબઈ, તા. ૨૦ : કોલકતામાં મમતા બેનર્જીની મેગા રેલીમાં શરદ યાદવે પોતાના ભાષણ દરમિયાન બોફોર્સમાં લૂંટફાટની વાત કરી હતી. મોદી સરકાર પર પ્રહારો કરતી વેળા શરદ યાદવે રાફેલની જગ્યાએ બોફોર્સના નામનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ભાજપે આ તકને ગુમાવી નથી અને ભાજપના ટ્વીટર હેન્ડલથી શરદ યાદવના ભાષણના એ હિસ્સાને ટ્વીટ કરીને રજુ કરતા શરદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. પૂર્વ જેડીયુ નેતાએ ખુલાસો કરતા કહ્યું છે કે જીભ લપસી જવાના લીધે આ ભુલ થઈ હતી. ભાજપના આ મુદ્દાને ચગાવવાના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને આ મામલા પર કહ્યું હતું કે જે મંચથી આ લોકો દેશ અને લોકશાહી બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ મંચ પર એક નેતાએ બોફોર્સ કૌભાંડની યાદ અપાવી હતી. ભાજપ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બોફોર્સની વાસ્તવિકતા આ મંચથી બોલનારમાં સાહસ માટે અમે આભાર માનીએ છીએ. શરદ યાદવના આ નિવેદન બાદ મજાક થઈ રહી છે. કોલકતા રેલીમાં શરદ યાદવે રાફેલની જગ્યાએ બોફોર્સમાં લૂંટફાટની વાત કરી હતી. ત્યારબાદ ભુલ સુધારીને અનેક વખત રાફેલનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ભાજપે આ મુદ્દાને પકડીને ટ્વીટર હેન્ડલથી શરદ યાદવની ઝાટકણી કાઢી છે.

 

 

 

 

 

(12:00 am IST)