Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અભિનેત્રી કરીના કપૂર ભોપાલથી લોકસભા ચૂંટણી લડશે !!

પાર્ટીના કેટલાક નેતાઓ અને અમુક કાઉન્સિલર્સે માંગ ઉઠાવી :હાઇકમાન્ડ સુધી પણ રાજુઆત કરાઈ

ભોપાલથી અભિનેત્રી કરિના કપૂર લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ ટિકિટ આપે તેવી અટકળો વહેતી થઇ છે પાર્ટીના કેટલાક નેતાઓની ઇચ્છા છે કે કરિના કપૂર ભોપાલની ટિકિટ પરથી ચૂંટણી લડે અને આ પ્રકારની રજૂઆત રાહુલ ગાંધીને પણ કરાઈ છે કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.

  ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન સુધી પહોંચાડી દીધી છે

 કરિના કપૂરના સસરા અને પૂર્વ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી 1991માં ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. રાજીવ ગાંધીએ તેમને ટિકિટ આપી હતી અને પ્રચાર માટે ભોપલ પણ આવ્યા હતા. જોકે, પટૌડી હારી ગયા હતા. ભોપાલમાં યુવા મતદારોની સંખ્યા વધુ છે.

   આ નેતાઓનું નેતૃત્વ કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ કરી રહ્યાં છે. કરિનાને ટિકિટ આપવાની માગ શહેરના કેટલાક કાઉન્સિલર્સે કરી છે. તેમણે કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને સીએમ કમલનાથ સમક્ષ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું માનવું છે કે, કરિનાને ટિકિટ આપીને ભાજપની સીટ છીનવી શકાય છે

  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાં પાર્ટીના કાર્યકરો ઘણા ઉત્સાહિત છે. આથી જ તેમનું માનવું છે કે પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ, પટૌડી પરિવારનો પ્રભાવ અને કરિનાનું ગ્લેમર જ આગામી લોકસભાની ચૂંટણીમાં ભોપાલની સીટ જીતાડી શકે છે

  જ્યારે કરિનાનું ભોપાલના નવાબી પરિવાર સાથેનું જોડાણ પણ છે. ભોપાલમાં લઘુમતીના વોટ પણ વધુ છે. આનો લાભ પણ પાર્ટીને મળી શકે છે

(12:00 am IST)