Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બજેટ કાઉન્ટડાઉન

કૃષિ ક્રેડિટને વધારી હવે૧૨ લાખ કરોડ કરવાની તૈયારી

૨૦૧૯-૨૦ના બજેટમાં કૃષિ ક્રેડિટ ૧૦ ટકા વધશે : વર્તમાન નાણાંકીય વર્ષના માટે ૧૧ લાખ કરોડ રૂપિયાનો ક્રેડિટ ટાર્ગેટ આંક નક્કી કરાયો : કૃષિ સેકટર ઉપર નજર

નવી દિલ્હી,તા. ૨૦ : પહેલી ફેબ્રુઆરીના દિવસે નાણામંત્રી અરૂણ જેટલી વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું વચગાળાનું બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. આ બજેટ સામાન્ય બજેટના બદલે વચગાળાનું બજેટ છે છતાં સરકાર ચુંટણીને ધ્યાનમાં લઈને કેટલાક મોટા પગલાં જાહેર કરી શકે છે. મળેલી માહિતી મુજબ સરકાર બજેટમાં કૃષિ ક્રેડિટ ટાર્ગને ૧૦ ટાક સુધી વધારીને ૧૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડે તેવી શક્યતા છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે સરકારે ૧૧ લાખ કરોડના ક્રેડિટ ટાર્ગેટ નક્કી કર્યા બાદ આની ચર્ચા પણ આર્થિક નિષ્ણાતોમાં જોવા મળી રહી છે. સૂત્રોએ વિગત આપતા કહ્યું છે કે સરકાર દ્વારા દર વર્ષે કૃષિ સેકટર માટે ક્રેડિટ ટાર્ગેટને વધારવામાં આવે છે. આ વખતે પણ ટાર્ગેટ ૧૦ ટકા અથવા તો એક લાખ કરોડ રૂપિયા વધારીને ૨૦૧૯-૨૦ માટે ૧૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવનાર છે. સૂત્રોના કહેવા મુજબ કૃષિ ક્રેડિટ પ્રવાહ નિયમિત રીતે વર્ષોમાં વધતો રહ્યો છે. દર નાણાકીય વર્ષ માટે નક્કી કરવામાં આવતા ટાર્ગેટમાં વધારો થાય છે. દાખલા તરીકે ૨૦૧૭-૧૮માં ખેડુતોને ૧૧.૬૮ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ આપવામાં આવી હતી. જ્યારે તે વર્ષ દરમિયાન નક્કી કરવામાં આવેલા ટાર્ગેટનો આંકડો ૧૦ લાખ કરોડ રૂપિયાનો હતો. આવી જ રીતે પાક લોનનો આંકડો ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં ૧૦.૬૬ લાખ કરોડ રૂપિયાનો હતો. નવ લાખ કરોડ રૂપિયાના ક્રેડિટ ટાર્ગેટ કરતા ૨૦૧૬-૧૭માં આ આંકડો વધારે હતો. સૂત્રોએ કહ્યું છે કે ક્રેડિટ ઉંચા કૃષિ ઉત્પાદનને હાંસલ કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સંસ્થાકીય ક્રેડિટ બિન સંસ્થાકીય સોર્સમાંથી ખેડૂતોને ડી-લીન્ક કરવામાં મદદ કરે છે.

 ખેડુતોને લઈને બજેટમાં વધારે ધ્યાન આપવામાં આવે તેેમ પણ મનાય છે. સામાન્ય રીતે કૃષિ લોન નવ ટકાના વ્યાજ દર ઉપર છે જોકે સરકાર દ્વારા પોષાય તેવા દરે ટુંકા ગાળાની કૃષિ ક્રેડિટ ઉપલબ્ધ બને તે માટે રાહતો પણ આપે છે. સરકારે ખેડુતોને રાહતના હેતુસર બે ટકા વ્યાજ સબસીડી આપી છે.

 

(12:00 am IST)