Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર: શિખર ધવનને સુકાની બનાવાયો :ચેતન સાકરીયાનો ટીમમાં સમાવેશ

ભુવનેશ્વર કુમાર ટીમના ઉપ-કેપ્ટન : ટીમમાં 6 ખેલાડીઓને સ્થાન : ટી-20 અને વનડે બંને ફોર્મેટ માટે સમાન ટીમની પસંદગી

મુંબઈ : ભારતની બી ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જશે. જેના માટે આજે ટીમની ઘોષણા કરવામાં આવી છે. આ ટીમમાં 6 યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમે 13 જુલાઈથી 3 વનડે અને 3 ટી20 મેચની શ્રેણી રમવાની છે. જેના માટે ભારતની બી ટીમ પ્રવાસ કરશે. મુખ્ય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે બ્રિટનમાં છે. જેના કારણે દિગ્ગજ ઓપનર શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ અનુભવી ભુવનેશ્વર કુમાર ટીમના ઉપ-કેપ્ટન રહેશે. ટી-20 અને વનડે બંને ફોર્મેટ માટે સમાન ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમાં 20 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં 6 ખેલાડીઓ છે, જે કોઈ પણ ફોર્મેટમાં પહેલીવાર ભારતીય ટીમનો ભાગ બન્યા છે.

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વીકી), સંજુ સેમસન (વીકી), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા.

નેટ બોલર: ઇશાન પોરેલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર, સિમરજીત સિંહ.

શ્રીલંકા પ્રવાસનું શિડ્યૂલ

  • 1 લી વનડે - 13 જુલાઈ
  • 2 જી વનડે - 16 જુલાઈ
  • 3 જી વનડે - 18 જુલાઈ
  • પ્રથમ T20I મેચ - 21 જુલાઈ
  • બીજી T20I મેચ - 23 જુલાઈ
  • ત્રીજી T20I મેચ - 25 જુલાઈ
  • આ તમામ મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
(12:56 am IST)