Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દેશમાં કયાં શહેરોએ સૌથું વધુ ફેલાવ્યો કોરોના વાયરસ ? : દિલ્હી મોખરે : IISER એ 446 શહેરોનો નકશો તૈયાર કર્યો

મહાનગરો સિવાય બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર આવ્યો. પુણે 10 માં ક્રમે

નવી દિલ્હી :દેશમાં કોરોના વાયરસ માત્ર મહાનગરો દ્વારા સૌથી વધુ ફેલાયો છે. પુણેની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) એ દેશના એવા શહેરોનો નકશો તૈયાર કર્યો છે જ્યાં કોરોના ઝડપથી ફેલાવાનું જોખમ સૌથી વધુ રહે છે. આમાં દિલ્હી મોખરે હતું. આ પછી મુંબઈ, કોલકાતા, વગેરે જેવા શહેરોનો સમાવેશ થાય છે.

IISER એ દેશના 446 શહેરોનો સ્ટડી કર્યા પછી આ નકશો તૈયાર કર્યો છે. આ શહેરોની વસ્તી એક લાખથી પણ વધુ છે. આમાં ઉપરોક્ત મહાનગરો સિવાય બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર આવ્યો. પુણે 10 માં ક્રમે રહ્યું. ખરેખર સંસ્થાએ તે જાણવાનો પ્રયાસ કર્યો કેકોરોનાનો ફેલાવો કેમ આટલો ઝડપી અને વધુ થયો?

નકશો તૈયાર કરવા માટે, સંસ્થાએ તમામ શહેરોના પરિવહન નેટવર્ક અને લોકોનાં આવાગમનને આધાર બનાવ્યો, આમાં, જે શહેરની રેન્ક સૌથી ઓછી રહીં ત્યાં રોગચાળો ફેલાવવાનું સૌથી વધુ જોખમ રહ્યું. સ્ટડીમાં શામેલ શહેરોની પરિવહન વ્યવસ્થાએ પણ કોરોના વાયરસના ફેલાવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંસ્થાના મુખ્ય સંશોધનકર્તા એમ.એસ. સંથાનમનાં જણાવ્યા અનુસાર, વાયરસના સંક્રમણનો ફેલાવો તે કેટલો ખતરનાક છે અને તે સૌથી પહેલા ક્યાં સ્થાનમાં ફેલાય છે તેના પર ઓછો આધાર રાખે છે. તે સંબંધિત શહેરના પરિવહન સાધનો પર આધારિત છે. તેના દ્વારા જ ચેપ અન્ય શહેરોમાં ફેલાય છે.

IISERએ તેના સંશોધનમાં એ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો કોઈ શહેરમાં રોગચાળો ફેલાય છે, તો પછી તેની સૌથી વધુ ઝડપી અસર ક્યાં થશે. ઉદાહરણ તરીકે, એવું કહેવામાં આવ્યું કે જો ચેપ પુણે, મહારાષ્ટ્રમાં ફેલાય છે, તો મુંબઈ પર સૌથી વધુ જોખમ રહેશે, કારણ કે દરરોજ બંને શહેરો વચ્ચે લોકોની ભારે અવરજવર રહે છે. તેવી જ રીતે, સતારા 19 માં અને દૂરસ્થ લાતુર 50 માં ક્રમે રહેશે.

આ સંક્રમણના ફેલાવાથી રોકી શકાય છે આ અધ્યયન સાથે સંકળાયેલા IISERના ઓમકાર સાદેકરે જણાવ્યું કે રોગચાળાનાં સમયગાળા દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે લોકોની અવરજવર એ ચેપ ફેલાવવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ છે. જો આપણે લોકોનાં દૈનિક આવાગમન અંગેનો ડેટા એકત્રિત કરી લઇએ, તો પછી આપણે ભવિષ્યમાં ચેપ ફેલાવા વિશે સચોટ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. તે વિસ્તારોમાં આવાગમન બંધ કરીને, ચેપ ફેલાતો અટકાવી શકાય છે.

IISERની સંશોધન ટીમમાં સામેલ સચિન જૈને કહ્યું કે જો કોઈ એક શહેરમાં ચેપી રોગ ફેલાય છે, તો પછી તે અન્ય શહેરોમાં ક્યારે પહોંચશે, તેનો સંભવિત સમય શોધી શકાય છે.

(11:50 pm IST)