Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

યોગી આદિત્યનાથની અમિતભાઈ સાથે મહત્વની બેઠક ચાલુ: ત્યારબાદ અમિતભાઈ યુપીના સાંસદ અનુપ્રિયા પટેલને મળશે: ઉત્તર પ્રદેશના રાજકારણમાં અચાનક હલચલ સર્જાઈ

નવી દિલ્હી ખાતે ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નિવાસસ્થાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમિતભાઈ વચ્ચે અત્યંત મહત્વની બેઠક અત્યારે સાંજે ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી હલચલ મચી છે. યોગી આદિત્યનાથ સંભવતઃ નરેન્દ્રભાઈને પણ મળવાના છે. દરમિયાન અનુપ્રિયા પટેલ પણ અમિતભાઈના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે અને યોગી આદિત્યનાથની બેઠક પછી તેઓ પણ અમિતભાઈને મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં અનુપ્રિયા પટેલનું પણ મોટું નામ છે. ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે અને અપના દલ પાર્ટીના તેઓ સુપ્રીમો છે. ૨૦૧૪ થી યુપી ની મિરઝાપુર બેઠક ઉપરથી સંસદમાં ચૂંટાતા આવ્યા છે, તેઓ ૪૦ વર્ષના છે.

(6:31 pm IST)