Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોરોના મહામારી વચ્ચે સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે જોગણી માતાજીના ટોપલા ઉજવણીમાં ૫૦૦થી વધુ મહિલાઓ એકત્ર થઇઃ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ધજોગરા

પાટણ: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે પાટણમાં એક એવી તસવીર સામે આવી છે જેમાં મહિલાઓ ભેગી થતા કોરોનાને આમંત્રણ આપી રહી છે. પાટણનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં 500થી વધુ મહિલાઓ માથે ટોપલા લઇને પરંપરાગત ઉજવણી કરતી જોવા મળી રહી છે.

પાટણમાં સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે વર્ષો જૂની પરંપરા અનુસાર જોગણી માતાજીની ટોપલા ઉજવણીમાં 500થી વધુ મહિલાઓ માથે ટોપલા લઇને ભેગી થઇ હતી. આ દરમિયાન તેમણે માસ્ક પણ નહતુ પહેર્યુ અને સોશિયલ ડિસ્ટન્સ પણ જોળવ્યુ નહતું. મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વર્ષો પૂર્વે ચોમાસાનાં આગમન પહેલાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વાવેતરને લઈને ધરતી માતા અને વરૂણ દેવની પ્રાર્થના માટે સમસ્ત ગ્રામજનો દ્વારા પોત પોતાના ખેતરમાં હળ હાંકી ખેતીનું વાવેતર કરતાં અને મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરી સૌ સમુહમાં નૈવેધ ગ્રહણ કરતા હતા.

(5:16 pm IST)