Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

‘ખેલા હોબે’ના નારા સાથે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોગ્રેસ સરકાર ફૂટબોલમાં ભાગીદારી વધારવા અને યુવાઓમાં રમત પ્રત્યે રૂચિ લાવવા સ્કીમ લોન્ચ કરશે

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જે ખેલા હોબેનો નારાએ તૃણમૂલ કોંગ્રેસના પક્ષમાં માહોલ બનવવામાંમદદ કરી. હવે સરકાર બન્યા પછી ટીએમસી તરફથી તેને એક યોજનાનો રૂપ આપી દેવામાં આવ્યો છે. બંગાળમાં ખેલા હોવેની સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જે હેઠળ હવે રાજ્ય સરકાર રમત-ગમત વિભાગ દ્વારા ક્લબોને ફુટબોલની વહેંચણી કરશે.

યુવાઓમાં રમત પ્રત્યે રૂચિ વધારવા અને ફુટબોલમાં ભાગીદારી વધારવા માટે સરકાર દ્વારા ખેલા હોબે સ્કીમ હેઠળ ક્લબમાં ફુટબોલ વહેંચવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં યુલા રમી શકે.

પશ્ચિમ બંગાળ સરકારના ખેલ વિભાગ અનુસાર, જૂલાઇના પ્રથમ સપ્તાહમાં ફુટબોલ વહેંચવાની પ્રક્રિયા ચાલું કરવામાં આવશે. ક્યાં ક્લબને કેવી રીતે અને કેટલી ફૂટબોલ આપવામાં આવશે, તેની જોણકારી ટૂંક સમયમાં જ આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળ સરકાર ખેલ મંત્રાલય તરફ આપેલા નિર્દેશો અનુસાર દરેક જિલ્લાના યૂથ ઓફિસરોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દરેક જિલ્લામાં વર્તમાન ક્લબોની લિસ્ટ બનાવો જે ફુટબોલ રમે છે. આ લિસ્ટ ખેલ મંત્રાલયને મોકલવામાં આવશે. તે માટે 28 જૂનની તારીખ નિર્ધારિત કરવામાં આવશે.

(5:14 pm IST)