Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બાળકોને ઘરે બેસી લાગી મોબાઇલની લત : શારીરિક શ્રમ બંધ

કોરોના નિયંત્રણોના કારણે સ્કુલની સાથે રમત-ગમત પણ ન થતા પ થી ૧પ વર્ષના : મોટાપો, આળસ, વધતુ વજન સહિતના પરિણામથી વાલીઓમાં ચિંતા

બાડમેર : ગયા વર્ષે ર૧ માર્ચથી જનતા ફકર્યુ સાથે જ લોકડાઉન લાગી ગયેલ. સૌ પહેલા સ્કુલ, કોલેજ બંધ થયેલ અને બાળકોનું ભણતર છૂટી ગયેલ. સરકારે બોર્ડ અને સ્નાતકના ફાઇનલ પરીક્ષાઓને છોડીને બધાને ગ્રેસીંગ આપેલ. જયારે ૧ થી પ ધોરણ શરૂ જ નથી થયા.

ઉચ્ચતર ધોરણો થોડા મહિના ભણવાનું ચાલેલ પછી કોરોનાની બીજી લહેર આવતા ફરી શિક્ષણ કાર્ય બંધ થયેલ. સ્થિતિએ છે કે સવા વર્ષથી બાળકો ઘરમાં જ રહ્યા છે. ઘરમાં રમત-ગમત ન થતા બાળકો મોબાઇલનો ઉપયોગ અથવા ટેલીવિજન જોઇ રહ્યા છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થઇ રહી છે.

અનેક પરિવારએ જણાવેલ કે ખાવા-પીવાનું, ટીવી-મોબાઇલ જોવા સિવાય કંઇ કામ ન હોવાથી બાળકોમાં વજન વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે તેમની ફાંદ વધી રહી છે. અને વજન વધતા આળસ પણ ઘર કરી ગઇ છે. આ સ્થિતિ પ થી ૧પ વર્ષના બાળકોમાં વધુ જોવા મળતા પરિવારો ચિંતામાં છે.

બાળ રોગ તજજ્ઞ ડો. હરીશ ચૌહાણે જણાવેલ કે જયાં પહેલા સ્કુલ ખોલવા તથા બહાર જતા બાળકો ભણવા સાથે રમતા પણ હતા. ક્રિકેટ જેવી રમતોની સાથે પરંપરાગત રમતો પણ રમતા પણ હવે તેવું નથી. શારીરિક શ્રમ વિના મોટાપો વધ્યો છે. બાળકો મોબાઇલ સાથે ચિપકી રહે છે. લોકડાઉન આવતા બહાર પણ નીકળી નથી શકતા. બાળકોને બને તેટલું ટીવી અને મોબાઇલથી દૂર રાખવા પણ તેમણે જણાવેલ.

(3:25 pm IST)