Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અયોધ્યામાં રામમંદિરના રસ્તામાં પણ ઘરો ખરીદવાની તૈયારી

ગોરખનાથ મંદિર માટે પણ આવુ કર્યુ હતુ યુપી સરકારે :ટુંક સમયમાં સર્વ કરાશે

લખનૌઃ યોગી સરકાર ગોરખનાથ મંદિર પછી હવે અયોધ્યામાં પણ રામ મંદિરના રસ્તામાં આવતા ઘરો ખરીદવાની તૈયારીમાં છે. અયોધ્યાધામ સુધી પહોંચવા માટે જે રસ્તો માર્ગ યોજના હેઠળ બનાવવાનો છે તે રસ્તામાં વચ્ચે આવે છે.

આ રસ્તાને પહોળો કરીને તેનું સુંદરીકરણ કરાશે. રસ્તામાં આવનારા મકાનોને સરકાર તેમના માલિકો પાસેથી ખરીદીને તેમને યોગ્ય વળતર આપશે કેબીનેટ બાયસરકયુલેશન દ્વારા આ બાબતની મંજુરી પણ મળી ગઇ છે. સુરક્ષાની દ્રષ્ટિએ યોગી સરકાર ગોરખપુરમાં ગોરખનાથ મંદિર નજીકના ૧૧ ઘરોને ખાલી કરાવી રહી છે. પ્રશાસન અનુસાર પરિવારોની સહમતિથી ઘરો ખાલી કરાવવામાં આવશે. તેમને પુરેપુરૂ વળતર ચુકવવામાં આવશે અને તેમને અન્ય જગ્યાએ વસાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરની સુરક્ષા સખ્ત બનાવવા માટે મંદિરના દક્ષિણ પૂર્વ ખૂણાના ૧૧ ઘરોને પણ પ્રશાસન ખાલી કરાવવાની તૈયારીમાં છે. પ્રશાસન અનુસાર મોટા ભાગના ઘરોની સંમતિ મળી ગઇ છે. કલેકટર વિજયેન્દ્ર પાંડિયન અનુસાર સરકારના આદેશ પર ગોરખનાથ મંદિર ક્ષેત્ર ૧૧ ઘરો ખાલી કરાવવાના છે.

(3:21 pm IST)