Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી : પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ

૨૦૨૨નો ચૂંટણી જંગ જીતવા ઘડાતી રણનીતિ : ૧૫ જુને ભાજપના ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા આદેશો

નવી દિલ્હી, તા.૧૦: વર્ષ ૨૦૨૨માં દેશના મોટા રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં ચૂંટણીઓ ખૂબ અદ્યરી સાબિત થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તરપ્રદેશ અને ગુજરાત ખૂબ મહત્વપૂર્ણ રાજય ગણી શકાય. એવામાં છેલ્લા એક મહિનાથી જયાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે. ગુજરાતમાં ૧૫મી જૂને ભાજપના બધા ધારાસભ્યોને ગાંધીનગરમાં બેઠકમાં હાજર થવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે ૨૦૨૨ પહેલા ગુજરાતમાં ભાજપ સરકારમાં મોટા ફેરફાર કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શકયતા છે. ગુજરાત સરકારમાં મંત્રીમંડળને લઈને ચર્ચા ચાલી રહી હોવાનો માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજય સરકારનું મંત્રીમંડળ સંપૂર્ણપણે ભરાઈ શકે છે. સિવાય બોર્ડ અને નિગમમાં પણ ફેરબદલના એંધાણ છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શકયતા છે. સૂત્રોનો દાવો છે કે હવે મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓને પડતાં મુકાઇ શકે છે જયારે ૪ થી ૫ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. આટલું જ નહીં હાલમાં જે મંત્રીઓ છે તેમના ખાતા પણ બદલાઈ શકે છે. નવા મંત્રીમંડળમાં સંગઠનનો દબદબો જોવા મળે તેવી શકયતા છે જયારે ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે જે પણ ફેરફાર થાય તે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જ કરવામાં આવશે અને તેના આધારે જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.

(3:11 pm IST)