Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમેરિકામાં ભેદભાવનો શિકાર બને છે ભારતવંશીઃ ર માંથી ૧ બન્યા શિકાર

યુજીઓવી સાથે મળીને જોય હોપકીંસ અને પેન્સીલવેનીયા યુનિ.એ ૧ર૦૦ ભારતીય મુળના લોકો ઉપર ઓનલાઇન સર્વે કર્યો : અમેરિકામાં જન્મેલ ભારતીય અમેરિકી પણ રંગભેદનો સામનો કરી રહ્યા છે

વોશીંગ્ટન તા. ૧૦: ભારતીય મૂળના અમેરિકી નાગરીકોને નિયમિત રૂપે ભેદભાવનો સામનો કરવો પડે છે. હમણા જ નસ્લીય ભેદભાવની ઘટનાઓ બાદ કરાયેલ સર્વેમાં આ વાત સામે આવી છે.

સર્વે મુજબ અમેરિકામાં પ્રવાસીયોની બીજી સૌથી વધુ વસ્તીવાળા ભારતીય મુળના નાગરીકો ભેદભાવ અને ધ્રુવીકરણનો સામનો કરે છે. ''ભારતીય અમેરિકનોની સામાજીક વાસ્તવીકતાઓઃ ર૦ર૦ ભારતીય અમેરિકી પ્રવૃતિ સર્વેક્ષપણના પરિણામો'' શિર્ષક હેઠળના રિપોર્ટ અમેરિકામાં રહેતા ૧ર૦૦ ભારતવંશીયો ઉપર ઓનલાઇન સર્વેક્ષણ ઉપર આધારીત છે.

સર્વે યુજીઓવી સાથે મળીને જોંસ હોપકિંસ અને પેન્સીલવેનિયા યુનિ. એ કરેલ ર૦૧૮ના આંકડાઓ મુજબ, અમેરિકામાં ભારતીય મુળના ૪ર લાખ લોકો વસવાટ કરતા હતા. રિપોર્ટમાં વ્યકિતગત સ્તરે ધાર્મિક ધ્રુવીકરણ ઓછું છે, જયારે ભારત અને અમેરિકા બંન્નેમાં રાજકીય પ્રાથમિકતાથી જોડાયેલ પક્ષીય ધ્રુવીકરણ વધુ છે. અમેરિકામાં તે ડેમોક્રેટ વિરૂધ્ધ રિપબ્લીકન છે, જયારે ભારતમાં ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસ છે.

રિપોર્ટ મુજબ અમેરિકામાં દર ર માંથી ૧ ભારતવંશીએ છેલ્લા એક વર્ષમાં ભેદભાવ સહન કરવાની ફરિયાદ કરેલ. તેમાંથી સૌથી વધુ તેમની ચામડીના રંગ ઉપર આધારીત ભેદભાવ થયેલ. અમેરિકામાં જન્મેલ ભારતીય-અમેરિકીઓએ પણ ભેદભાવના વધુ શિકાર બન્યાની ફરિયાદ કરેલ.

(1:07 pm IST)