Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જો બિડન જી-૭ સંમેલનમાં ભાગ લેવા બ્રિટન પહોંચ્યાઃ ૧૬ મીએ રશીયાના રાષ્ટ્રપતિ પુતિનને મળશે

આજે બ્રીટીશ પીએમ જોનસન સાથે મુલાકાત : મહારાણીને મળવા વિંડસર કૈસલ પણ જશે : બેલ્જીયમ-સ્વીત્ઝરલેન્ડની મુલાકાત લેશે : કાલથી શરૂ થતા સંમેલનમાં કોરોના વેકસીનની ઉપલબ્ધતા, વેપાર, જળવાયુ પરિવર્તન સહિતના મુદ્દે ચર્ચા

લંડન, તા. ૧૦ :  અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જોબીડન પોતાના પહેલા વિદેશ પ્રવાસે બ્રીટન પહોંચ્યા છે. અહીં તેઓ કાર્નવેલમાં યોજાનારી જી-૭ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ સંમેલન કાલે તા. ૧૧ થી ૧૩ જુન સુધી યોજાશે. તેમની આ યાત્રા ઘણી રીતે ખાસ છે.

જી-૭માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બિરટન અને અમેરિકા સામેલ છે, જી-૭ ભલે ૩ દિવસનું હોય પણ બીડનનો પ્રવાસ લાંબો છે. બીડન તે બાદ જીવામાં ૧૬ જુને રશીયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરશે. ઘણા સમયથી રશીયા અને અમેરિકા વચ્ચે ખરાબ ચાલી રહેલ સંબંધોને જોતા આ મુલાકાત ખાસ બની રહેશે. મુલાકાતમાં બન્ને પોતાના વિવાદીત મુદ્દાઓને ખુલીને રાખશે.

જી-૭ સંમેલનમાં મહામારી સામે ઝઝુમી રહેલ વિશ્વને વેકસીનની ઉપલબ્ધતા, વેપાર, જળવાયુ પરિવર્તન અને વિકાસસીલ દેશોમાં બુનીયાદી જરૂરીયાતના પુનનિર્માણ જેવા કેટલાક ખાસ મુદ્દાઓ ઉપર વાતચીત થશે. એ પણ કહેવાય છે કે વેકસીન સપ્લાયને લઇને દબાણ પણ નખાશે. ગરીબ દેશોને વધારાની રસી ઘનાઢય દેશો દાનમાં આપે તેવી પણ ચર્ચા થવાની સંભાવના છે અમેરિકા બાદ બ્રીટને પણ વેકસીન દાન આપવા જાહેર કરી ચુકયુ છે, પણ ડોઝ અંગે જાહેરાત નથી કરાઇ જયારે અમેરિકાએ ર૦ મીલીયન ડોઝ આપવાની ગત સપ્તાહે જોહરાત કરેલ.

સંમેલન બાદ બીડન અને ઝીલ બ્રીટનના મહારાણીને મળવા વિંડસર કૈસલ જાશે. ત્યાર બાદ તેઓ બેલ્જીયમ અને સ્વીત્ઝરલેન્ડ પણ જશે. આજે તેઓ કારબીજ બે માં બ્રીટનના વડાપ્રધાન જોનસન સાથે મુલાકાત કરનાર છે.

(1:07 pm IST)