Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

એશિયન ગેમ્સનાં ગોલ્ડમેડલ વિજેતા બોક્સર ડિંકોસિંહનું લાંબી બીમારી બાદ મણિપુરમાં નિધન

યકૃતનાં કેન્સર સાથે લાંબી લડાઇ લડનારા ડિકોસીંહને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા

એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા બોક્સર ડિંકો સિંહનું ગુરુવારે મણિપુરમાં નિધન થયું છે. તે 42 વર્ષનાં હતા અને થોડા સમયથી યકૃતનાં કેન્સરથી પીડાઈ રહ્યા હતા. ડિંકોએ 1998 બેંગકોક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેમને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે યકૃતનાં કેન્સર સામે લડી રહ્યા હતા. ગયા વર્ષે તેઓ કોરોનાની ઝપટમાં પણ આવી ગયા હતા.

યકૃતનાં કેન્સર સાથે લાંબી લડાઇ બાદ એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા ડિંકો સિંહનું ગુરુવારે નિધન થયું છે. ડિંકો 42 વર્ષનો હતા અને તે 2017 થી આ બિમારી સામે લડી રહ્યા હતા. રમત પ્રધાન કિરેન રિજિજુએ આ વિશે ટ્વિટ કર્યું હતું અને કહ્યુ કે, 'શ્રી ડિંકો સિંહનાં નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. તે ભારતનાં સર્વશ્રેષ્ઠ બોક્સર હતા.' કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, 1998 માં બેંગકોક એશિયન ગેમ્સમાં જીતેલા ડિંકોનાં ગોલ્ડ મેડલે ભારતમાં બોક્સિંગ ક્રાંતિને જન્મ આપ્યો હતો. હું શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ પ્રદાન કરે.' કેન્સરથી પીડિત હોવા ઉપરાંત, મણિપુરનાં આ બોક્સરને ગયા વર્ષે કોવિડ-19 સંક્રમણનો સામનો પણ કરવો પડ્યો હતો.

(12:47 pm IST)