Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મહેબૂબા મુફતીના નિવાસ સ્થાને છ મહિના પછી મળી મીટીંગ

સુપ્રિમના ચુકાદા પછી બનાવશું રણનીતિઃ ફારૂક અબ્દુલ્લા

જમ્મુ તા.૧૦ : જમ્મુ કાશ્મીરમાં સીમાંકન અંગે સુપ્રિમ કોર્ટનંુ વલણ સ્પષ્ટ થયા પછી જ પીપલ્સ એલાયન્સ ફોર ગ્રુપકાર ડેકલેરેશન (પીએજીડી) પોતાની રણનીતી નકકી કરશે. આ વાત બુધવારે પીએજીડીના અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લાએ મીટીંગ પછી મીડીયાને કરી હતી.

પીએજીડીની બેઠક છ મહિના પછી મહેબૂબા મુફતીના નિવાસ સ્થાને બોલાવાઇ હતી. આ પહેલા ડીડીસી ચુંટણીઓ પછી ર૪ ડીસેમ્બરે આ પક્ષોની મીટીંગ થઇ હતી. મીટીંગમાં નકકી કરાયું કે હવેથી પીએજીડીના પ્રવકતા સીપીઆઇ (એમ)ના મોહમ્મદ યુસુફ તારિગામી રહેશે.

ડો. અબ્દુલ્લાએ મીડીયાના એક સવાલમાં કહ્યું કે સીમાંકન બાબતે અમે સુપ્રિમમાં એક અરજી કરેલી છે. તેનો કોઇ ચુકાદો આવ્યા પછી જ અમે અમારી રણનિતિ અંગે કોઇ સ્પષ્ટ વલણ નકકી કરશું છ મહિના પછી પીએજીડીની મીટીંગ બોલાવવા પાછળના ઉદ્દેશ અંગે તેમણે કહ્યું કે ઘણા સમયથી અમે એક સાથે નહોતા બેઠા એટલે મીટીંગ બોલાવી હતી.

કાશ્મીરમાં ચાલી રહેલી અફવાઓ બાબતે તેમણે કહ્યું કે અમે પણ સાંભળીએ છીએ પણ કંઇ ખબર નથી. કેન્દ્રને જે કરવું હોય તે કરશે.અમે અલ્લાહના ભરોસે છીએ. આશા છે કે જે થશે તે સારૂ થશે કેન્દ્ર સરકાર સાથે વાતચીત અંગ તેમણે કહ્યું કે અમે વાતચીતના કોઇ દરવાજા બંધ નથી કર્યા, તેઓ જયારે બોલાવશે ત્યારે જોશું  અમે તો અમારા લોકોનું ભલુ ઇચ્છીએ છીએ.

(11:42 am IST)